For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એચએસઆર સી પ્લેટ ની મુદત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી

રાજ્ય સરકારે એચએસઆરપી ની મુદ્ત 31મી માર્ચ સુધી વધારી. હાઇ સિક્યોરીટી નંબર પ્લેટ (એચએસઆરપી) સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારે એચએસઆરપી ની મુદ્ત 31મી માર્ચ સુધી વધારી. હાઇ સિક્યોરીટી નંબર પ્લેટ (એચએસઆરપી) સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં 15મી ફેબુઆરી સુધીની મુદ્ત વધારવામાં આવી હતી. જો કે 15મી ફેબ્રુઆરી બાદ પણ આરટીઓ ટારગેટને પહોંચી શક્યું ન હતું અને અંદાજે 1 કરોડ જેટલા વાહનોમાં એચએસઆરપીની પ્લેટ લગાવવાની બાકી હોવાથી હવે એચએસઆરપીની મર્યાદા 31મી માર્ચ 2018 સુધી લંબાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

supreme court

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ એક અંદાજ મુજબ 27 લાખ જેટલા વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે. તેની સામે આરટીઓ કચેરીની મર્યાદા દિવસમાં માત્ર 2000 પ્લેટ લગાવવાની છે અને જો આ કામગીરી ત્રણ શિફ્ટમાં કરવામાં આવે તો પણ માત્ર પાંચથી છ હજાર પ્લેટ તૈયાર થઇ શકે તેમ છે. જો કે આ મુશ્કેલીને પહોંચી વળવા માટે રાજ્યા સરકારે અમદાવાદ સહિત ગુજરાતમાં ટુ વ્હીલર અને ફોર્ વ્હીલર્સના ડીલરોને પણ આ જવાબદારી સોંપી હતી. જો કે ડીલરોની નિમણૂંક કરવામાં આવી પણ જે જરૂરી સ્ટ્રક્ચર આપવામાં ન આવતા અને અન્ય પ્રશ્નોના કારણે કામગીરી અઘરી બની હતી અને એક ડીલર દિવસમાં વઘુમાં વધુ 100 જેટલી એચએસઆરપી લગાવી શકે છે.

વાહન વ્યવહારના સચિવ વિપુલ મિત્રા કહે છે કે સુપ્રિમ કોર્ટની સુચના મુજબ આ કામગીરી કરવી જરૂરી છે, જેથી અમે આ મર્યાદા 31મી માર્ચ સુધી વઘારી છે. જો કે સાથોસાથ અમે રાજ્યની પ્રજાને એ પણ અપીલ કરીએ છીએ કે 31મી માર્ચની રાહ જોયા વિના તાત્કાલિક નંબર પ્લેટ બદલવા માટેની પ્રોસેસ કરે જેથી અમે અમારા ટારગેટને પહોંચી વળીએ. બીજી તરફ સ્થાનિક ડીલરોનું કહેવું છે કે અમે તો સરકાર મદદ કરવા માટે તૈયાર છીએ પણ રાજ્ય સરકાર દ્વારા જે એક એચએસઆરપી પ્રમાણે જે નાણાં આપે છે. જે ખુબ જ ઓછા છે. કારણ કે અમારે આ કામગીરી માટે અમારા સ્ટાફને રોકી રાખવો પડે છે.જેથી પ્લેટ દીઠ અમને વધારે નાણાં મળે તે પણ જરૂરી છે.

જો કે આરટીઓના ઓફીસરોના જણાવ્યા મુજબ હજુ પણ એક કરોડથી વધારે વાહનો બાકી છે. ત્યારે દોઢ માસમાં આ ટારગેટનો પહોંચી વળવો મુશ્કેલ છે કારણ કે સરકારે પાસે આયોજનની કમી છે અને કામ રૂટિન કામ સાથોસાથ કરવું પડે તેમ છે.

English summary
HSRP date extended to 31 march
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X