દાંતાના જંગલ અને શામળાજીમાં નર્સરીમાં લાગી ભીષણ આગ
દાંતા અને શામાળાજીમાં લાગી જંગલ આગ. ગુજરાતમાં ગરમી વધતા આવા બનાવો વધ્યા છે.
ઉનાળામાં વધુ ગરમીને લઇ આગના બનાવોમાં પણ વધારો થઇ જાય છે. બનાસકાંઠાના દાંતાના જંગલ વિસ્તારમાં આગ લાગતા પાલનપુર અને અંબાજીના ફાયર ફાઈટરો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. જંગલ વિસ્તારમાં GMDCના ભંગારનો ગોડાઉન આગની ઝપેટમાં આવી જતા ભંગાર બળીને ખાખ થઇ ગયો હતો. કેટલાક કલાકો બાદ ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

તો બીજી તરફ અરવલ્લીના શામળાજી તાલુકાના ખેંરચા ગામ પાસે એક નર્સરીમાં ભીષણ આગ લાગી હતી. થોડીવારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું. આગ લાગવાના મેસેજ મળતા ફાયર અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની નથી.












Click it and Unblock the Notifications
