For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ટૂંક સમયમાં શરૂ થશે હ્યુમન મિલ્ક બેંક

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 ઓગસ્ટ : વિશ્વભરમાં સ્તનપાન જાગૃતિ સપ્તાહ નિમિત્તે 1થી 7 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્તનપાન જાગૃતિ સપ્તાહની ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ માટે એક ખાસ સમાચાર એ છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલે જાહેરાત કરી છે કે આગામી સમયમાં ત્યાં હ્યુમન મિલ્ક બેંક સ્થાપવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતના વડોદરા અને સુરતમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ થઇ ચૂકી છે. હવે અમદાવાદમાં પણ નવજાત શિશુઓની જિંદગીને બચાવવા અને ખાસ કરીને કુપોષણના શિકાર બાળકોને નવજીવન આપવા માટે આ બેંક શરૂ કરવામાં આવે છે.

breast-feeding

કેવા કિસ્સામાં મિલ્ક બેંક ઉપયોગમાં આવે છે?
ઘણા સંગોજોમાં માતા બાળકને જન્મ આપ્યા બાદ મેડિકલ કોમ્પ્લિકેશન્સના કારણે બાળકને પોતાનું દૂધ આપવાની સ્થિતિમાં હોતી નથી. ઘણીવાર માતા જન્મ આપ્યા બાદ મૃત્યુ પામતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તરછોડાયેલા નવજાત શિશુઓ સારવાર માટે લાવવામાં આવતા હોય છે. કોઇ પણ બાળક માટે માતાના દૂધથી વિશેષ પોષક આહાર કોઇ હોતો નથી. પોતાની માતાનું દૂધ નહીં મળવાના કિસ્સામાં આ પ્રકારની મિલ્ક બેંકમાં સંગ્રહાયેલું દૂધ નવાજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવામાં આવી છે.

ભારતમાં પ્રથમ હ્યુમન મિલ્ક બેંક ક્યાં શરૂ થઇ?
ભારતમાં હ્યુમન મિલ્ક બેંકનો કન્સેપ્ટ જુનો છે. દેશની સૌપ્રથમ હ્યુમન મિલ્ક બેંક મુંબઇની સાયન હોસ્પિટલમાં વર્ષ 1989માં મધર્સ મિલ્ક બેંકના નામે શરૂ થઇ હતી.

ગુજરાતમાં ક્યાં ક્યાં હ્યુમન મિલ્ક બેંક છે?
ગુજરાતમાં વડોદરામાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તથા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ થઇ છે.

English summary
Human milk bank will start soon in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X