અમદાવાદઃ 70 હજારમાં સગીરાને ખરીદીને 6 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, નરાધમોની ધરપકડ

અમદાવાદઃ 70 હજારમાં સગીરાને ખરીદીને 6 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, નરાધમોની ધરપકડ

અમદાવાદઃ સુરતથી માણસાઈને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક સગીર બાળકી પોતાની ડ્રેસ સિવળાવવા માટે ગઈ હતી પરંતુ ત્યારે જ ત્યાં એક અજાણી મહિલા આવી ગઈ અને બેભાન કરવાનો સ્પ્રે છાંટી દીધો. છોકરી ભાનમાં આવી ત્યારે તે અમદાવાદ પહોંચી ગઈ હતી. બાદમાં સગીરાને માલૂમ પડ્યું કે તેને 70 હજાર રૂપિયામાં વેંચી દેવામાં આવી છે. માસૂમ સગીરા સાથે 6 મહિના સુધી દષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસને આ કાંડમાં એક ગેંગ સામેલ હોવાનો શક છે.

ગુજરાતના સુરતમાં લાપતા કિશોરી છ મહિના બાદ અમદાવાદથી મળી છે. પોલીસે ગુપ્ત સૂચનાના આધારે કિશોરીને અમદાવાદથી સેજપુર વિસ્તારમાંથી શોધી કાઢી છે. પુછપરછમાં માલૂમ પડ્યું કે કિશોરીનું એક મહિલાએ અપહરણ કરી લીધું હતું. જે બાદ તેને અહીં હરીશ સોલંકી નામના શખ્સને 70 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. આરોપીઓ પાછલા છ મહિનાથી કિશોરી સાથે દુષ્કર્મ કરી રહ્યા હતા. સુરત પોલીસે આરોપી હરીશ સોલંકીની ધરપકડ કરી લીધી છે.

6 મહિનાથી લાપતા હતી

6 મહિનાથી લાપતા હતી

જાણકારી મુજબ સુરતના સચિન વિસ્તારના જલારામનગર વિસ્તારથી છ મહિના પહેલા 15 વર્ષીય કિશોરી લાપતા થઈ ગઈ હતી. પરિજનોએ સગીરાને ઘણી શોધ્યા બાદ આ મામલે સચિન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસની લાંબી તપાસ બાદ પણ કિશોરીનો કોઈ પતો નહોતો લાગ્યો. ગત દિવસો સુરત પોલીસને લાપતા કિશોરી વિશે મહત્વના સબૂત મળ્યા. જે બાદ શુક્રવારે સુરત પોલીસની એક ટીમ અમદાવાદથી સેજપુર વિસ્તારમાં પહોંચી અને કિશોરીને ગોતી લીધી.

ડ્રેસ સિવળાવવામાં આવી હતી અને કોઈએ બેભાનીનો સ્પ્રે છાંટી દીધો

ડ્રેસ સિવળાવવામાં આવી હતી અને કોઈએ બેભાનીનો સ્પ્રે છાંટી દીધો

સુરત પોલીસે જણાવ્યું કે કિશોરી અને આરોપી હરીશ સોલંકીને મોડી રાત્રે સુરત લાવવામાં આવ્યા. સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. કિશોરીએ પૂછપરછમાં જણાવ્યું કે તે છ મહિના પહેલા પોતાનો ડ્રેસ સિવળાવવા માટે સચિવ ક્ષેત્રમાં ગઈ હતી. ત્યાં એક મહિલા તેની પાસે આવી અને તેના પર સ્પ્રે છાંટીને બેભાન કરી દીધી. જ્યારે તે ભાનમાં આવી તો તે અમદાવાદમાં હતી. અહીં મહિલાએ પાંચ દિવસ સુધી પોતાના ઘરે બંધક બનાવીને રાખી. જે બાદ મહિલાએ તેને હરીશ સોલંકીને 70 હજાર રૂપિયામાં વેચી દીધી. હરીશ સોલંકી અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતો હતો.

કેટલાય દિવસો સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું

કેટલાય દિવસો સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું

કિશોરીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે હરીશ તેને અમદાવાદમાં સેજપુર બોઘા સ્થિત પોતાના ઘરે લઈ ગયો. ત્યાં તેને કેટલાય દિવસો સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું. એટલું જ નહિ તેની સાથે મારપીટ પણ કરતો હતો. હરીશે તેને જીવથઈ મારી નાખવાની ધમકી આપી છ મહિના સુધી તેનું યૌન શોષણ કર્યું.

આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો

આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો

પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે. જો કે હજુ સુધી કિશોરીનું અપહરણ કરનાર મહિલાને પોલીસ પકડી શકી નથી. પોલીસનું માનવું છે કે રાજ્યમાં ગરીબ અને ફુટપાથ પર રહેતા પરિવારોની દીકરીઓનું અપહરણ કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આરોપી મહિલાની ધરપકડ બાદ જ આ મામલે મોટો ખુલાસો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X