For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી અરેબિયામાં હજી પણ સેંકડો ગુજરાતી ફસાયા, સરકારને મદદ માટે પોકાર

સાઉદી અરેબિયામાં હજી પણ સેંકડો ગુજરાતી ફસાયા, સરકારને મદદ માટે પોકાર

By Oneindia Desk
|
Google Oneindia Gujarati News

રિયાધઃ કોરોના વાયરસના કહેરને પગલે વિશ્વભરમાં ચાલી રહલા લૉકડાઉન વચ્ચે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓએ મદદ માટે પોકાર કરી છે. વિદેશ ફસાયેલા ભારતીયોની વતન વાપસી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે વંદ ભારત મિશન શરૂ કર્યું છે, ત્યારે સાઉદી અરેબિયાના જુબલ, ખોબર, દમ્મામ, રિયાધ શહેરમાં ફસાયલા સેંકડો ગુજરાતીઓએ વતન વાપસીની ઈચ્છા જતાવી છે.

lockdown

સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સાઉદી અરેબિયામાં ફસાયેલા મોટાભાગના ગુજરાતીઓએ વંદે ભારત અભિયાન હેઠળ ઇન્ડિયન એમ્બેસી પોર્ટલ પર ગુજરાત પરત જવા ઘણા સમયથી અરજી કરી છે. તેઓ નિયમિતપણે મેઇલ અને મેસેજીસથી ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્કમાં છે. પણ એમ્બેસી તરફથી સંતોષજનક જવાબ મળ્યો નથી. ગુજરાત જતી ફ્લાઇટની વ્યવસ્થા નહીં હોવાથી જઇ શક્યા નથી.

આવી સ્થિતિનો સામનો કરી રહેલા ગુજરાતી રાજેશભાઇ રબારીએ કહ્યું કે, 'થોડા સમયના કામ માટે સાઉદી અરેબિયાની મુલાકાતે ગયો હતો પરંતુ અચાનક લૉકડાઉન જાહેર થતાં અગાઉથી બુક કરાવેલી 9 એપ્રિલની ફ્લાઇટ જ કેન્સલ થઇ જતા અહીં જ ફસાઈ ગયો છું. ગુજરાતમાં મારા પરિવારમાં 6 માસની ગર્ભવતી પતિ, કેન્સરગ્રસ્ત બહેન ચિંતામાં છે, પણ વિડિઓ કોલથી સંપર્કમાં રહું છું.'

બીજા એક મૂળ જૂનનાગઢના સુરેશભાઇ હીરપરા 16 દિવસની તાલિમ માટ સાઉદી ગયા હતા અન લૉકડાઉન શરૂ થઈ જતાં જતાં ત્યાં જ ફસાઈ ગયા, સુરેશભાઈએ કહ્યું કે, તેમની પાસે નોકરી પણ રહી નથી અને હવે તેઓ બને તટલી જલદી ઘરે પાછા જવા માંગે છે.

સાઉદી અરબમાં અંદાજે 27 વર્ષથી નોકરી કરતા અને સામાજિક સેવા આપતા મુકેશભાઇ વોરા ગુજરાતી સમાજમાં બહોળો સંપર્ક ધરાવે છે. તેમણે મિત્રો સાથે મળીને ફસાયેલા ગુજરાતીઓને વતન પહોંચાડવાના પ્રયત્નો શરૂ કર્યાં છે. તેમનું કહેવું છે કે ગુજરાત જનારાઓની સંખ્યા ઓછી હોવાથી કદાચ ગુજરાત માટે સીધી ફ્લાઇટ હજી સુધી મુકવામાં આવી નથી. આનો એક જ ઉપાય છે કે સરકાર વાયા દિલ્હી, મુંબઇની ફ્લાઇટમાં ગુજરાતીઓને મોકલે અને ત્યાંથી અન્ય વિકલ્પ પુરો પાડે.

આવી જ રીતે સેંકડો ગુજરાતીઓ હજી પણ સાઉદી અરેબિયામાં ફસાયેલા છે જેઓ લૉકડાઉનને કારણે પરિવારથી, પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર છે અને પોતાના પરિવાર પાસે જવા ઝંખી રહ્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસનો તાંડલ, 24 કલાકમાં 1500 લોકોના મોતઅમેરિકામાં કોરોના વાયરસનો તાંડલ, 24 કલાકમાં 1500 લોકોના મોત

English summary
hundreds of gujarati stranded in saudi arabia, asking for help
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X