For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના ગામમાં ખોદકામથી નીકળ્યો 2 હજાર વર્ષ જૂનો કિલ્લો, 5 કિમી લાંબા પરકોટા પણ મળ્યા

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2 હજાર વર્ષ જૂના કિલ્લાની આકૃતિ અને દીવાલ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Excavation In Vadnagar | PM Modi hometown Vadnagar ancient history, વડનગરઃ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વ વિભાગનુ ઘણા વર્ષોથી ખોદકામ ચાલી રહયુ છે. અત્યાર સુધી અહી સેંકડો વર્ષ જૂની વસ્તુઓ અને આવાસીય અવશેષ મળી ચૂક્યા છે. આ વખતે અહીં 2 હજાર વર્ષ જૂના કિલ્લાની આકૃતિ અને દીવાલ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ખોદકામ કરનારા અને ભૂ-વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ વડનગરમાં ખોદકામથી 12થી 14 મીટિર લાંબા કિલ્લા જેવુ પરિસર અને દીવાલ બહાર આવ્યા છે. આ ઉપરાંત અહીં શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા અને પિત્તળના સિક્કા મળી આવ્યા છે. માટીના વાસણો અને પ્રાચીન ઈમારતના અવશેષ પણ મળ્યા છે.

કાન ગાયકવાડો અથવા સોલંકીઓના હોઈ શકે

કાન ગાયકવાડો અથવા સોલંકીઓના હોઈ શકે

ખોદકામ પ્રક્રિયા હેઠળ વડનગરમાં 50 મીટરનુ પરકોટા મળી આવ્યુ છે. હજુ વધુ 200 મીટર પરકોટનુ ખોદકામ-સફાઈ ચાલી રહ્યુ છે. વિભાગીય અધિકારીઓનુ કહેવુ છે કે અહીં મળેલા મકાન ગાયકવાડો અથવા સોલંકીઓના હોઈ શકે છે. ઘણી જગ્યાએ પાકા રસ્તા, ગટર અને જલાપૂર્તિ વ્યવસ્થા પણ જોવા મળી છે. એક પરકોટા પાંચ કિલોમીટરનુ છે. આ પહેલા નવેમ્બર 2020માં અહીંથી થોડા અંતરે 5મી સદીના 2 બૌદ્ધ સ્તૂપ પણ મળ્યા. પુરાતત્વવેતાઓનુ માનવુ છે કે વડનગર હડપ્પા સભ્યતાના પુરાતત્વ સ્થળોમાંનુ એક છે તો અહી હજુ 10 વધુ સ્તૂપો હોઈ શકે છે.

આનો ઈતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો

આનો ઈતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો

તમને જણાવી દઈએ કે હડપ્પા સભ્યતા ભારતની સૌથી પ્રાચીનતમ સભ્યતા માનવામાં આવે છે. આ નગર વિશે પુરાતત્વવેતાઓએ કહ્યુ હતુ કે આનો ઈતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. હજારો વર્ષ પહેલા પણ અહીં ખેતી થતી હતી. એ વખતે ઘણા પ્રાચીન ઓજારો અહીં મળી ચૂક્યા છે. ખોદકામ દરમિયાન હાલ જ ત્રીજી તેમજ ચોથી સદીના બૌદ્ધ સ્તૂપના અવશેષ અને 7મી-8મી સદીના માનવ કંકાલ પણ મળ્યા હતા. હાલમાં અહીં કોરોના-અનલૉકના દિવસોમાં સારેગામા સર્કલમાં રેલવે ફાટક પાસે ખોદકામ ચાલી રહ્યુ છે.

 2 હજાર વર્ષ જૂના બૌદ્ધ કક્ષ

2 હજાર વર્ષ જૂના બૌદ્ધ કક્ષ

પુરાતત્વ વિભાગને જુલાઈ 2020માં જ વડનગરમાં ખોદકામ દરમિયાન સેંકડો વર્ષ જૂના કક્ષ મળ્યા હતા. જેની બે મીટર ઉંચી અને 1 મીટર પહોળી ચાર દીવાલો પણ મળી. ત્યારે પુરાતત્વવેતાએ કહ્યુ કે આ 2 હજાર વર્ષ જૂના બૌદ્ધ કક્ષ છે. પુરાતત્વવેતાઓ માને છે કે 16મી સદીમાં જ્યારથી પશ્ચિમી દેશોના લોકો ભારત આવ્યા તો એ વડનગરની સંપત્તિનો ઉપયોગ કરવા લાગ્યા. અંગ્રેજોએ અહીં પણ રેલના પાટા પાથર્યા હતા. અમુક રેકૉર્ડ જણાવે છે કે સંવત 1943(વર્ષ 1887)માં મહેસાણા અને રંદાલા, વિસનગર, વડનગર વચ્ચે રેલવે લાઈન પાથરવામાં આવી. ત્યારબાદ ટ્રેનો ચાલવા લાગી.

ગુજરાતઃ ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપીએ માથુ મુંડાવ્યુ, કહ્યુ - 35 વર્ષમાં પહેલી વાર કંઈ માંગ્યુગુજરાતઃ ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપીએ માથુ મુંડાવ્યુ, કહ્યુ - 35 વર્ષમાં પહેલી વાર કંઈ માંગ્યુ

English summary
Hundreds years old fort & wall found in excavation in Vadnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X