For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો હું હસતાં-હસતાં જેલ જવા માટે તૈયાર છું: આસારામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 ઓગષ્ટ: જોધપુરમાં એક કિશોર છોકરી સાથે કથિત રીતે જાતીય સતામણીના આરોપી વિવાદાસ્પદ આદ્યાત્મિક નેતા આસારામે દાવો કર્યો છે કે તે નિર્દોષ છે અને તેમના વિરૂદ્ધ કાવતરું ઘડાઇ રહ્યું છે.

આસારામે કહ્યું હતું કે હું નિર્દોષ છું. છોકરીને કેટલાક લોકોએ ગેરમાર્ગે દોરી છે. મોડા વહેલા તે છોકરી અને તેના પરિવારને અહેસાર થશે અને મારી પાસે આવશે. તેમને એક ગુજરાતી ચેનલને કહ્યું હતું કે આ એક કાવતરું છે. મને ખબર છે કે આની પાછળ કોણ છે પરંતુ તેનું નામ બતાવવા માંગતો નથી. કિશોર છોકરીના માતા-પિતાએ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં 20 ઓગષ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી કે જ્યારે તે લોકો જોધપુરના આશ્રમમાં ગયા હતા ત્યારે તેમને કહ્યું હતું કે છોકરી યૌન હિંસાનો ભોગ બની છે.

asaram

આસારામે કહ્યું હતું કે ભગવાન બુદ્ધે પણ આ પ્રકારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને હું પણ તેનો સામનો કરું છું. પરંતુ સચ્ચાઇ સામે આવશે. હું મારા અનુયાયીઓને શાંત રહેવા, ધૈર્ય રાખવા અને સુનિશ્વિત કરવાની અપીલ કરું છું કે છોકરીના પરિવારને કોઇ નુકસાન ન પહોંચે. તેમને એમપણ કહ્યું હતું કે જો મને જેલના સળિયા પાછળ ધકેલી દે છે તો પણ હું હસતા-હસતા જેલ જવા માટે તૈયાર છું.

હું તિહાડ જેલમાં થોડો સમય વિતાવવા માંગું છું. હું સમજું છું કે જેલ મારા માટે વૈકુંડ હશે. આ વર્ષે આસારામ ત્યારે વિવાદોમાં ઘેરાઇ ગયા હતા જ્યારે તે તેમને કહ્યું હતું કે 16 ડિસેમ્બરના સામૂહિક બળાત્કાર કાંડની પીડિતાએ જો હુમલાખોરોને ભાઇ કહ્યું હોત તો અને તેમની પાસે દયાની ભીખ માંગી હોત તો તે બચી શકતી હતી.

English summary
Controversial spiritual leader Asaram, accused of sexually assaulting a minor girl in Jodhpur, today claimed he was innocent and alleged a conspiracy was afoot against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X