'હું દગાખોર હોવ તો કોંગ્રેસ કેસ કેમ નથી કરતી': નરેન્દ્ર મોદી

બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારના પૈસા ચાઉં કરી ગઇ છે. નરેન્દ્ર મોદીએ જીતનો દાવો કરતાં કહ્યું હતું કે વર્ષ 2007માં જ્યારે મને સોનિયા ગાંધીએ મોતના સોદાગર કહ્યું હતું તો ગુજરાતમાં બહુમત સાથે ભાજપ સરકાર આવી હતી. આ વખતે દગાબાજ કહ્યું છે તો કોંગ્રેસના જામીન જપ્ત ના થઇ જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં રેલી સંબોધિત કરતાં યુપીએ સુપ્રિમો સોનિયા ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દગાબાજ નેતા છે, તે કેન્દ્ર સરકાર દ્રારા ગુજરાતના વિકાસ પર કરોડો રૂપિયા લે છે પરંતુ કશું વિકાસ કરતા નથી. તેમની કથની અને કરનીમાં ફરક છે. વિકાસ-વિકાસની બૂમો પાડનાર નરેન્દ્ર મોદી તે ભૂલી ગયા છે કે તેમની પાછળ કેન્દ્ર સરકાર છે ના કે ભાજપ સરકાર. જો ખરેખર વિકાસ કરી રહ્યાં છે તો આખા રાજ્યમાં કેમ વિકાસ થયો નથી. આખા રાજ્યમાં વિકાસ કરવા માટે ફક્ત રાજ્ય સરકાર જવાબદાર હોય છે તેમાં નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાં છે.
અહીંયા એવા રસ્તાઓ છે જ્યાં ચાલવું મુશ્કેલ છે, ચોમાસામાં સ્થિતી વધુ ખરાબ થાય છે તો બીજી તરફ ખેડૂતો પોતાની દુર્દશા પર રડી રહ્યાં છે. ફક્ત કેટલાક વિસ્તારોમાં વિકાસ કરવાથી રાજ્ય વિકસિત થઇ જતુ નથી. વિકસિત થવા માટે સંપૂર્ણ વિકાસ જરૂરી છે. ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરના રોજ વિધાનસભાનીચૂંટણી યોજાશે અને 20 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે.












Click it and Unblock the Notifications
