For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહમદ પટેલ: મને તે નથી સમજાતું કે મને કેમ ટાર્ગેટ કરાય છે?

અહમદ પટેલ નીકાળ્યો ભાજપ પર બળાપો. સાથે જ તેમણે પોતાના ધારાસભ્યો પર વ્યક્ત કર્યો વિશ્વાસ. ત્યારે જાણો અહમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલા શું કહ્યું ભાજપ વિષે.

|
Google Oneindia Gujarati News

અહમદ પટેલે આજે આણંદમાં જઇને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળ્યા હતા. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો કે તેમના ધારાસભ્યો તેમને જ વોટ આપશે. ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટ એટલે કે મંગળવારે રાજ્યસભાની ચૂંટણી છે. જેમાં ભાજપના 3 નેતા અને કોંગ્રેસથી અહમદ પટેલ ઊભા રહ્યા છે. ત્યારે ભાજપ વિરુદ્ધ પોતાનો બળોપો નીકાળતા અહમદ પટેલ કહ્યું કે મને તે નથી સમજાતું કે મને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે મને મારા ધારાસભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં પટેલે જણાવ્યું કે એ લોકો ખાલી કોંગ્રેસ મુક્ત જ ભારત નહીં પણ એસી-એટી અને લઘુમતિ મુક્ત રાજ્યસભા- લોકસભા પણ કરવા માંગે છે. સાથે તેમણે કોઇનું પણ નામ ના લીધા વગર જણાવ્યું કે તેમણે જ્યારે ઉમેદવારો ઊભા રાખ્યા ત્યાં સુધી અમારી પાસે 16 વધારા મત હતા. તેનો એ જ મતલબ થયો કે તેઓ હોર્સ ટ્રેડિંગ કરવા માંગે છે. તમે તો જાણો જ છો કોણ?

Ahmed Patel

ઉલ્લેખનીય છે કે અનેક મુશ્કેલીઓમાંથી પસાસ થઇ રહેલા કોંગ્રેસના માટે છેલ્લે છેલ્લે એક સારા સમાચાર પણ આપ્યા છે. અહમદ પટેલે જણાવ્યું છે કે તેમના જૂના સાથી તેવા એનસીપી કોંગ્રેસ પણ તેમને સમર્થન આપશે. જો કે સાંજ સુધી એનસીપી તરફથી કોઇ અધિકૃત નિવેદન નથી આવ્યું પણ સવારે જ્યારે મીડિયા દ્વારા તેમને પુછવામાં આવ્યું હતું ત્યારે એનસીપી કોંગ્રેસે સ્પષ્ટતા આપવાનું ટાળ્યું હતું.

નોંધનીય છે કે કાલે યોજાનારી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંત રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીતવું નિશ્ચિત જ છે તેમ કહી શકાય. પણ બલવંતસિંહ રાજપૂતની વિરુદ્ઘમાં કોંગ્રેસ તરફથી ઉભેલા અહમદ પટેલ માટે મંગળવારે બહુમતિ સાબિત કરવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બની રહેશે. અને તેમાં જો ક્રોસ વોટિંગ થયું તો કોંગ્રેસને લાંબા ગાળાનું મોટું નુક્શાન થવાની સંભાવના રહેલી છે.

English summary
I have total confidence in my MLAs: Congress Leader Ahmed Patel in Anand, Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X