For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કિશાન સંઘ દ્વારા રાજ્ય સરકારને 10 દિવસનું અલ્ટિમેન્ટ

ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ દ્વારા મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર રાજ્યમાથી કિસાન સંઘના તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના ખેડૂતોના વિવિધ 56 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. મ

|
Google Oneindia Gujarati News

ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ દ્વારા મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર રાજ્યમાથી કિસાન સંઘના તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના ખેડૂતોના વિવિધ 56 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. મહેસૂલી મંત્રી સાથે તમામ મૂદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કિસાનસંઘના આર.કે. પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, આજની બેઠકમાં કરવામાં આવેલી ચર્ચા જે કઇ પ્રગતી હશે તેની માહિતી મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના ખેડૂતો સુધી પહોચાડી દેવામાં આવશે.

Bhupendra Patel

કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને તમામ પ્રશ્નોને લઇને 10 દિવસમાં નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અલ્ટીમેટમ આપ્યુ છે. આ અંગે પટેલે જણાવ્યુ હતુ કે, ખેડૂતો રસ્તા પર ઉતરવા નથી માંગતા પરંતુ જો પ્રશ્નોના નિરાકણ લાવામાં નહી આવે તો રસ્તા પર ઉતરવામાં આવશે.

મહેસૂલ મંત્રીની સાથે સાથે ઉર્જા મંત્રીને પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમા ખેડૂતેને સિંચય માટે વિજળી આપવાની માગ કરવામાં આવી હતી. મીટર વાળી વીજળી અને હોર્સ પાવર વાળી વિજળીમાં તફાવત છે તેને દુર કરવાની માંગ કિસાન સંધ દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ખેડૂતો જે બેન્કો પાસે લોન લે છે તેમા ખેડૂતો પર જે બોજ હોય છે તેને દૂર કરવાનો હોય છે. આ બેજ દૂર કરવાની સત્તા ખેડૂતોને જ આપવામાં આવી છે. એટલે હવે જ્યાર ખેડૂતોને લોન લેવી હશે ત્યારે પોતે જ બોજ દૂર કરી શકશે.

આ ઉપરાંત ખેડૂતની જમીનનો રિ સર્વેની જે સમસ્યા છે. તેને લઇને પણ મહેસૂલી મંત્રી સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રિ સર્વેની બાબતમાં પણ સરકારનો અભિગમ હકારાત્મક રહ્યો છે.

English summary
If the issues are not resolved within 10 days, the farmers will take to the streets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X