For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFSC ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા અવસર પુરો પાડશે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન તેમણે દેશને આર્થિક મહાશક્તિ બનાવવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગિફ્ટ સિટી ખાતેથી બુલિયન એકસચેન્જનું ઉદઘાટન કર્યું છે. આ કાર્

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન તેમણે દેશને આર્થિક મહાશક્તિ બનાવવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગિફ્ટ સિટી ખાતેથી બુલિયન એકસચેન્જનું ઉદઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામન સહિત ગુજરાતના મોટા નેતાઓએ હાજરી આપી હતી.

PM Modi

PM મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું છે કે ભારત આજે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આર્થિક ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. ત્યારે ગિફ્ટ સિટીમાં આજે IIBXની શરૂઆત થઈ છે. સિંગાપોરથી આવેલા મહાનુભાવોને અભિનંદન‌. ગિફ્ટ સિટી પોતાની અલગ ઓળખ ઉભી કરી રહ્યું છે. તથા અમદાવાદ - ગાંધીનગર અને ગિફ્ટ સિટીની નવી ઓળખ છે. ગિફ્ટ સિટિ ગાંધીનગર અને અમદાવાદથી 30 કિમી દૂર છે. તેમજ સિંગાપોર - ભારત વચ્ચે આર્થિક વ્યવહારો વધશે. તેમજ 3 આંતરરાષ્ટ્રિય બેંકોના કેન્દ્રોની શરુઆત થશે.

આ પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. આ સાથે IFSC ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા અવસર ઉપલબ્ધ કરાવશે. આજે એક નવી શરૂઆત થઇ રહી છે. અહી 3 ફોરેન બેંક અને 4 ટ્રેડ સેન્ટર જેવા મહત્વની સંસ્થાઓ આવશે. U.K, સિંગાપુર જેવા દેશોની સાથે ભારત પહોંચ્યુ છે, જ્યાંથી ગ્લોબલ ટ્રેડને દિશા આપવામાં આવે છે.

આ પ્રસંગે પીએમ મોદીએ સિંગાપુરના સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંભાવનાઓની તકો ઉભી થઇ છે. હું ગુજરાતમાં હતો ત્યારે ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી. ગિફ્ટી સિટી માત્ર વેપાર પુરતી જ કલ્પના ન હતી પરંતુ દેશના સામાન્ય માણસોની આકાંક્ષાઓ જોડાયેલી હતી, ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું હતું. જાન્યુઆરી 2013માં ગિફ્ટ વનનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે લોકો ગુજરાતની સૌથી મોટી બિલ્ડિંગ ગણતા હતા, ઘણા વર્ષો સુધી માત્ર એ જ તેની ઓળખાણ હતી. ગિફ્ટી સિટી એક એવો આઇડિયા હતો જે તેના સમય કરતા વધું આગળ હતો. 2008માં મંદીનો સમય હતો. ભારતમાં પણ મંદીની અસર જોવા મળી હતી. એ સમયે પણ ગુજરાત ફિનટેક ક્ષેત્રમાં નવા આયામ સર કરી રહ્યું હતું

ગિફ્ટ સિટી કોમર્સ અને ટેક્નોલોજીનું સંગમ છે. વેલ્થ અને વિઝન બંનેને ગિફ્ટ સીટી સેલિબ્રિટ કરે છે. ગિફ્ટી સીટીથી ભારત વિશ્વમાં સર્વિસ સેક્ટરમાં મજબૂત દાવેદારી સાથે આગળ વધુ રહ્યું છે. અમદાવાદ- ગાંધીનગર અને ગિફ્ટ સીટી ત્રણેય એકસાથે સંકળાયેલા છે. ત્રણેય સ્થળોની અલગ ઓળખાણ છે. અમદાવાદ ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે અને ગાંધીનગર પ્રશાસનનું કેન્દ્ર છે. ગિફ્ટ સિટી અર્થતંત્રનું પ્રમુખ કેન્દ્ર છે. ઇઝ ઓફ ડુઇંગ અને ઇઝ ઓફ લિવિંગની કલ્પના સફળ થશે.

ઉલ્લેખનીય છે કે PM મોદી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે. બુલિયન એક્સચેન્જ 115 કરોડના પેઈડ-અપ કેપિટલથી તૈયાર થયુ છે. ગાંધીનગર ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ સ્થાપવા માટે કેન્દ્રીય નાણામંત્રીએ 2020ના કેન્દ્રીય બજેટની રજૂઆત વખતે જે જાહેરાત કરેલી તે એક્સ્ચેન્જ રૂ.150 કરોડની ઑથોરાઇઝડ્ મૂડીથી અને રૂ. 115 કરોડની પેઇડ-અપ કેપિટલથી તૈયાર થઈ ચૂક્યું છે, જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના આવવા બાબતે જાહેરાત થયેલી, પણ છેલ્લી ઘડીએ એમણે આવવું માંડી વાળ્યું છે, ગુરુવારે સહકાર વિભાગ હેઠળના સાબર ડેરીના કાર્યક્રમમાં પણ તેઓ આવ્યા ન હતા. જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે નાણામંત્રાલયના અન્ય બે જુનિયર મંત્રીઓ ગિફ્ટસિટીના ફંક્શનમાં હાજર રહેવાના છે.

English summary
IFSC will provide an opportunity to make India an economic superpower: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X