For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIM અમદાવાદમાં એન્જીનિયરોને એડ્મિશન મળવું મુશ્કેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 ઓગષ્ટ: આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ તમે જરૂર જોઇ હશે, જેમાં તે ડાયલોગ પણ યાદ હશે, જેમાં આખિરખાન કહે છે કે જ્યારે મેનેજર બનવું છે તો એન્જીનિયરીંગ કેમ કર્યું અને બેંકમાં નોકરી કરવી હતી તો એન્જીનિયરીંગ પાંચ વર્ષ કેમ બરબાદ કર્યા. આ વાત હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદને સમજાઇ છે. જેથી બહુ ઓછા એન્જીનિયરોને એડ્મિશન આપવામાં આવશે.

એન્જીનિયરીંગની ડિગ્રી લીધા બાદ જો કેટની તૈયારી કરી રહ્યાં છો, તો અત્યારથી આ વાત સમજી લો કે આઇઆઇએમ અમદાવાદમાં તેમને એડ્મિશન મળવું મુશ્કેલ હશે. અંગ્રેજી સમાચાર ટીઓઆઇના સમાચાર મુજબ 2014થી આઇઆઇએમ અમદાવાદે નોન-એન્જીનિયરીંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓનો કોટા 4 ટકાથી વધારીને 18 ટકા કરી દિધો છે.

iim-ahmedabad

નવા નિયમ અનુસાર કોઇપણ અનુભવ વિના કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે કોટા 27 ટકા રહેશે. હવે વર્ક એક્સપીરિયન્સને પર્સનલ ઇન્ટરવ્યુંમાં કાઉન્ટ કરવામાં નહી આવે. હકિકતમાં 2012-14 અને 2013-15ની બેચમાં 96 ટકા વિદ્યાર્થી એન્જીનિયરીંગ બ્રેકગ્રાઉન્ડના છે. હવે આ ટકાવારી 80 થી 87 ટકા સુધી કરવાની યોજના છે.

આઇએમએમએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે લોકો હવે એમ કહેવા લાગ્યા હતા કે આઇઆઇએમના દરવાજા હવે ફક્ત આઇઆઇટિયન્સ માટે ખુલ્લા છે. બાકીના વિદ્યાર્થીઓને ત્યાં એડ્મિશન મળવું શક્ય નથી, જો કે અન્ય આઇઆઇએમની વાત કરીએ તો બેંગ્લોર અને કલકત્તામાં નોન-એન્જીનિયરીંગ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીની સંખ્યા વધારે છે.

English summary
With CAT-2013, there may be fewer engineers among new students given admission at the Indian Institute of Management, Ahmedabad (IIM-A).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X