For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા રાઉન્ડમાં ગુજરાતમાં ભારેથીં અતિ ભારે વરસાદ થવાની ભીંતી

બીજા રાઉન્ડમાં ગુજરાતમાં ભારેથીં અતિ ભારે વરસાદ થવાની ભીંતી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગયા અઠવાડિયે દક્ષિણ ગુજરતમાં તાબડતોળ વરસાદ ખાબક્યો હતો. હજુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના કેટલાય વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે ફરીથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે.

24 કલાકમાં ભારે વરસાદની આગાહી

24 કલાકમાં ભારે વરસાદની આગાહી

સુરતમાં ભારે વરસાદ બાદ વડોદરામાં ખાબકેલ વરસાદને પગલે આખું શહેર પાણી-પાણી થઈ ગયું હતું ત્યારે ફરીથી જો અતિ ભારે વરસાદ ખાબકે તો અહીંના લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના રિજનલ ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ગુજરાત પર આવીને નબળું પડશે. વધુમાં તેમણે કહ્યું કે, 'આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ અઠવાડિયે સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે.'

અહીં વરસાદ ખાબકશે

અહીં વરસાદ ખાબકશે

ભારતીય હવામાન ખાતા મુજબ 8 ઓગસ્ટે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, નર્મદા, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે 9 તારીખે અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને કચ્છમાં વરસાદ થશે. જ્યારે 10 ઓગસ્ટ બાદ સર્જાયેલ આ સિસ્ટમને કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે.

અમદાવાદમાં હજુ 35 ટકા વરસાદની ઘટ

અમદાવાદમાં હજુ 35 ટકા વરસાદની ઘટ

હવામાન ખાતા મુજબ 6 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 3 ટકા જેટલી વરસાદની ઘટ હતી જ્યારે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વરસાદની ટકાવારી મામલે ભારે અસમાનતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 10 ટકા ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ 18 ટકા વરસાદની ઘટ છે. ત્યારે બીજા રાઉન્ડના વરસાદમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આ ઘટ પૂરી થઈ શકે છે. હવામાન ખાતાના આંકડાઓ મુજબ અમદાવાદમાં હજુ 35 ટકા વરસાદની ઘટ છે.

<strong>આર્ટિકલ 370: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધિત</strong>આર્ટિકલ 370: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધિત

English summary
IMD predicted heavy to vary heavy rainfall in gujarat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X