For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાહેબ, હું મોબાઈલ ચોર છું, લોકોએ મારા હાથ-પગ તોડી નાખ્યા

ગુજરાતના સુરતમાં કતારગામમાં સ્થાનિક લોકોએ એક ચોરને પેટ્રોલ ચોરી કરતા જોયો. લોકોએ તેને જોયો ત્યારે જીવ બચાવવા માટે તે અહીં તહીં ભાગવા લાગ્યો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતમાં કતારગામમાં સ્થાનિક લોકોએ એક ચોરને પેટ્રોલ ચોરી કરતા જોયો. લોકોએ તેને જોયો ત્યારે જીવ બચાવવા માટે તે અહીં તહીં ભાગવા લાગ્યો. લોકોએ તેને દોડાવ્યો ત્યારે તે ધાબા પર ચઢી ગયો. પરંતુ જયારે તે ઘેરાઈ ગયો ત્યારે તે નીચે કૂદી પડ્યો, જેને કારણે તેના હાથ-પગ તૂટી ગયા. લોકોએ તેને પોલીસમાં સોંપી દીધો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને પોલીસને કહ્યું કે, સાહેબ હું ચોર છું, મોબાઈલ ચોરી કરું છું અને ગાડીનું પેટ્રોલ પૂરું થયા પછી પેટ્રોલ પણ ચોરી કરું છું. પરંતુ આ વખતે ઘેરાઈ ગયો ત્યારે લોકોએ મને ખુબ માર્યો અને મારા હાથ-પગ પણ તૂટી ગયા.

Mobile thief

અજ્ઞાત લોકો સામે ચોરને મારવાનો કેસ નોંધાયો

ચોરની વાત સાંભળીને પોલીસે અજ્ઞાત લોકો સામે તેની સાથે મારપીટ કરવાનો કેસ નોંધી લીધો છે. પોલીસ પહેલા ચોર પર કેસ નોંધી રહી ના હતી પરંતુ લોકો ઘ્વારા દબાણ કરવા પર ઘણા કલાકો પછી ચોર પર કેસ નોંધવામાં આવ્યો. તેની સામે 2 કેસ નોંધવામાં આવ્યા. જાંચ અધિકારી એમવી ચાવડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચોર પાસે 6 મોબાઈલ મળ્યા છે. એક મોબાઈલ તેના માલિકને સોંપી દેવામાં આવ્યો છે. હાલમાં આરોપી ચોરના હાથ-પગ તૂટી ગયા છે અને તેના માથા પર 10 ટાંકા લેવામાં આવ્યા છે. તે ઠીક થતા જ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

ચોરી કરવા માટે રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો

ચોરે પોતાનું નામ કમલેશ ચાવડા જણાવ્યું છે. તેને કહ્યું કે બે વર્ષ પહેલા તે વેટરનું કામ કરતો હતો. 6 મહિના પહેલા જ તે રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો. પહેલા મેં કતારગામમાં કાંટેશ્વર મહાદેવ મંદિર પાસે એક બાઈક ચોરી કરી. ત્યારપછી રાત્રે ધાબા પર સુઈ રહેલા લોકોના 3 મોબાઈલ પણ ચોરી કર્યા. સોમવારે રાત્રે હું મોબાઈલ ચોરી કરવા ગયો, ત્યારે બાઇકમાં પેટ્રોલ ખુબ જ ઓછું હતું. એટલા માટે પેટ્રોલ પણ ચોરી કરી રહ્યો હતો, પરંતુ લોકોએ મને પકડીને ખુબ જ માર્યો એટલા માટે કેસ નોંધાવી રહ્યો છું. મોબાઈલ ચોરી તો કરી લઉં છું, પરંતુ તેને વેચી શકતો નથી.

English summary
In Surat Mobile thief beaten-up by local People
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X