For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત ઉધના વચ્ચે લૂટારૂઓએ કોગ્રેસના અગ્રણીને મોતને ઘાટ ઉતાર્યા

ગુજરાતમાં ટ્રેનમાં લૂંટ અને ચોરી કરતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે ત્ચારે ઘણીવાર મુસાફરોને પોતાનો જીવ ખોવાનો વારો પણ આવે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ટ્રેનમાં લૂંટ અને ચોરી કરતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે ત્ચારે ઘણીવાર મુસાફરોને પોતાનો જીવ ખોવાનો વારો પણ આવે છે. સુરતથી ઉધના તરફ જઇ રહેલી ટ્રેનમાં કેટલાંક લુખ્ખાઓએ ટ્રેનના ડબ્બા પાસે ઉભા રહેલા એક યુવકને માર મારીને તેનો મોબાઇલ ફોન લૂંટવાની કોશિષ કરતા સમયે થયેલી ઝપાઝપીમાં યુવકે બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો અને સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રેનમાં આવી જતા તેનું કમકમાટી ભર્યુ મોત નીરપજ્યું હતું.

surat

પ્રાંથમિક તપાસમાં મૃતક યુવક અનાસ મિર્ઝા હોવાનું જાણવા મળ્યું હતું અનાસ મિર્ઝા કોગ્રેસના સુરત જીલ્લા અલ્પ સંખ્યક મોર્ચના પ્રમુખ હતા અને તે સુરતથી ઉધના જઇ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવ બાદ લૂંટારૂઓ નાસી ગયા હતા. જો કે પોલીસ ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોના નિવેદનો અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે. આ બનાવ બાદ રેલવે પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ ટ્રેનના ડબ્બામાં ખુબ જ ભીડ હોવાથી અનાસ મીર્ઝા દરવાજા પાસે ઉભા હતા ત્યારે ચારથી પાંચ યુવકોએ દાદાગીરી કરીને મોબાઇલ ખેંચવા પ્રયાસ કર્યો હતો પણ મિર્ઝાએ હાથમાંથી મોબાઇલ ન છોડતા લૂંટારૂઓએ માથામાં લાકડી ફટકારી હતી અને તે નીચે પટકાયા હતા. જો કે નવાઇની વાત એ છે કે આટલી ભીડ હોવા છંતાય, લૂંટારૂઓ જે રીતે આંતક ફેલાવી રહ્યા હતા અને નાસી ગયા હતા. તેનાથી તેમના ખૌફ અંગે ખ્યાલ આવી શકે તેમ છે.

આ બનાવ બાદ હાલ રેલવે પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અંગે કોગ્રેસ હવે લડી લેવાના મુડમાં છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ અંગે વિરોધ પ્રદર્શન કરશે.

અનાસ મિર્ઝાએ ફોનને ન છોડ્યો તો લૂંટારૂએ માથા પર લાકડી મારી દીધી. આ મારના કારણે મિર્ઝા અસંતુલિત થતા નીચે પટકાયા હતા. અનાસ જીલ્લા અલ્પસંખ્યક મોર્ચાના પ્રમુખ હોવાની સાથે કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલા પણ હતા.

English summary
In Surat Udhna, the robbers killed the leader of the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X