આર્થિક સંકડામણ ઊભી થતા ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા્ વિદ્યાર્થીએ માનસિક સંતુલન ગુમાવ્યું

વડોદરામાં માનસિક સંતુલન ગુમાવીદેનાર ભાઇએ પોતાની જ બહેન પર ચપ્પાના ઘા મારીને હૂમલો કરતો વિડીયો વાઇરલ થયો હતો. ક્રિષ્ણા દર્શન વીલામાં રહેતા ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને પોતાની બહેન ચપ્પાના 7 ઘ

વડોદરામાં માનસિક સંતુલન ગુમાવી દેનાર ભાઇએ પોતાની જ બહેન પર ચપ્પાના ઘા મારીને હૂમલો કરતો વિડીયો વાઇરલ થયો હતો. ક્રિષ્ણા દર્શન વીલામાં રહેતા ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને પોતાની બહેન પર ચપ્પાના 7 ઘા માર્યા હતા. સાથે જ પોતાની માતા વચ્ચે પડતા તેના પર પણ હૂમલો કર્યો હતો. વાઇરલ થઇ રહેલા વિડીયોમાં યુવકે બહેન પર રસ્તા પર જ શાક સમારવાના ચપ્પાથી હુમલો કર્યો હતો.

CRIME

વીડિયોમાં ચપ્પાના ઘા મારી રહેલા ભાઇ પર પોલીસ દ્વારા રહેમ નજર રાખીને ફક્ત મારામારીનો ગુંનો નોંધ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં આરોપીની માતાએ ફરિયાદ નોંધાવી હતી.લોકો બૂમો પડતા રહ્યા પણ ભાઈએ બહેન ઉપર છાપરી ચપ્પા ના ઘા મારી દીધા હતા. આ ઘટના 18 જૂનના રોજ બની હતી. જેનો વીડિયો હાલમાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. હાલમા યુવતી અને તેની માતા સારવાર હેઠળ હોવાનું જાણાવા મળી રહ્યુ છે

માતાની ફરિયાદ મુજબ, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી.

દરમિયાન ભાઈએ પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પુ વડે તેના પેટ અને પગમાં ઉપરાછાપરી 11 ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને તેણે ઘરમાં કાચ તોડી નાખ્યા હતા. દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમણે દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને 108 મારફત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતાં પોતાના વતન દમણ જતા રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X