ગાંધીનગર ખાતે એનર્જી ટ્રાન્ઝિશન ઈન ઇન્ડિયા-રોડ ટ્રાવેલ્ડ એન્ડ અપર્ચ્યુનિટી અહેડ વિષય પર કોન્ફરન્સનો આરંભ

વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત હોટલ લીલા, ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહના હસ્તે અને ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં એનર્જી ટ્રાન્ઝિશન ઈન ઇન્ડિયા-રોડ ટ્રાવેલ્ડ એન્ડ અપર્ચ્યુનિટી અહેડ' વિષયક બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અહીં આર.કે.સિંહે જણાવ્યુ કે, પરંપરાગત ઊર્જા એ ભારતનું ભાવિ છે, પાવર અને ન્યુ એનર્જીમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. વિશાળ રણ અને સૌથી મોટો સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ લેવા સક્ષમ છે. હાલમાં પણ રીન્યુએબલ એનર્જી એટલે કે સોલાર, વિન્ડ અને ઓફ શોર એનર્જી ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે.

gandhinagar seminar

ભારતમાં સોલાર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઈડ્રોજન જેવી પરંપરાગત ઊર્જા ક્ષેત્રે રોકાણની ભરપૂર તકોની સાથે સાથે મોટા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ શકે તેવી પુરી સંભાવના રહેલી છે.

કેન્દ્રીય પાવર મંત્રી સિંહે ગુજરાત સરકારે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે કરેલી કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે વર્ષ ૨૦૩૦ પહેલા જ પોતાનું લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત વર્ષ ૨૦૭૦ સુધીનો નેટઝીરોનો વૈશ્વિક લક્ષ્યાંક વર્ષ ૨૦૪૭ સુધીમાં હાંસલ કરે તેવો બધા રાજ્યો સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છે.

ઊર્જા મંત્રાલય પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊર્જા ઉત્પાદન ડબલ કરવાના ગોલ સાથે આગળ વધી રહ્યું છે. આ માટે ઊર્જા સ્ટોરેજ ક્ષમતા, ઉત્પાદન, સપ્લાય ચેઈન સહિતની ક્ષમતા વધારવાની દિશામાં રોકાણ-સંશોધન કરવું પડશે.

વિકસિત દેશોમાં પ્રતિ વ્યક્તિ એમિશનનું પ્રમાણ ગ્લોબલ એવરેજ કરતા ૪૦ થી ૫૦ ટકા વધારે છે જ્યારે ભારતમાં આ પ્રમાણ માત્ર ૨.૫ ટકાની આસપાસ છે જે ભારતની વર્ષ ૨૦૪૭ સુધીમાં જ નેટ ઝીરોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ગોલ હાંસલ કરવા માટે આપણે સૌએ આ બે દિવસની કોન્ફરન્સમાં વધુ સચોટ નીતિ ઘડવી પડશે. આ પ્રસંગે રોકાણકારોને વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત રીન્યુએબલ એનર્જી સહિત તમામ ક્ષેત્રે ગુજરાત રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે તેમ જણાવી તેમણે વધુમાં વધુ રોકાણ માટે અનુરોધ કર્યો હતો.

ગુજરાતને ઊર્જા ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવા તથા આ ક્ષેત્રે આવી રહેલા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રના ઊર્જા મંત્રાલય દ્વારા મળી રહેલા અવિરત સહયોગ બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 'ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન' પર કેન્દ્રિત આ કોન્ક્લેવ ક્લીન એન્ડ ગ્રીન એનર્જી તરફનું નક્કર પગલું સાબિત થશે. એટલું જ નહિ, ભારતમાં ઊર્જા ક્ષેત્રે આવેલા મહત્વપૂર્ણ બદલાવ તેમજ વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઊર્જા ઉત્સર્જન અને ડી-કાર્બોનાઇઝેશનની દિશામાં તૈયાર કરવામાં આવેલા ખાસ વ્યૂહાત્મક રોડમેપ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા આ બે દિવસીય કોન્ક્લેવ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

ગુજરાત ૨૦૧૦માં સોલાર પોલિસીને સ્પષ્ટ કરનાર અને ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ત્યારથી ગુજરાતની રિન્યુએબલ કેપેસિટી ૨૦ વર્ષમાં ૦.૦૧ GW થી વધીને ૨૨.૫ GW થઈ છે જે ભારતની રીન્યુએબલ એનર્જી બાસ્કેટમાં ૧૫ ટકા જેટલો ફાળો આપે છે. એટલું જ નહિ, આજથી ૨૦ વર્ષ પહેલાં મોદીએ ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના શરૂ કરી ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનોને ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી.

મંત્રી કનુ દેસાઈએ ઊર્જા ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે વિગતો આપતા કહ્યું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાના લક્ષ્યને ધ્યાને રાખી ગુજરાત સરકારે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે ભારતમાં માથાદીઠ વપરાશ ૧૨૫૫ યુનિટ છે જ્યારે ગુજરાતમાં ૨૨૮૩ યુનિટ છે.

તેમણે કહ્યું કે, નીતિ આયોગ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ ૨૦૨૨માં ગુજરાત પ્રથમ ક્રમે છે. સ્થાપિત ક્ષમતા ધરાવતા તમામ રાજ્યોમાં ગુજરાત કુલ સ્થાપિત ક્ષમતામાં પ્રથમ ક્રમે છે. સ્થાપિત ક્ષમતા સાથે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તમામ રાજ્યોમાં ૨૨.૫ GWની સામે ગુજરાત આશરે ૪૮.૫ GW સાથે બીજા ક્રમે છે. એટલું જ નહિ, અંદાજે ૧૧ GW સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત પવન ઊર્જામાં પ્રથમ ક્રમે છે. આશરે ૧૦.૪ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે સૌર ઊર્જામાં ગુજરાત બીજા ક્રમે છે.

૧.૯ GW એટલે કે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના ૮૧% સ્થાપિત ક્ષમતા સાથે રહેણાંક રૂફટોપ સોલરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાતના મોઢેરાને "આત્મનિર્ભર" અને "સ્માર્ટ વિલેજ" તરીકે પ્રદૂષણ મુક્ત અને ક્લીન એનર્જી મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ઉપરાંત ૨૦૩૦ સુધીમાં ૧૦૦+ GW પુનઃપ્રાપ્ય ક્ષમતાના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે ગુજરાતે રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ જાહેર કરી છે.

ગુજરાત પોતાની ઉર્જા જરૂરિયાતો રીન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૮ ગીગાવોટ ઊર્જા સંગ્રહ અને ૨ ગીગાવોટ ઓફશોર પાવરનું આયોજન કરી રહ્યું છે. ગુજરાત પવન અને સૌર નબળા ઉત્પાદનના ગુણને પૂરક બનાવવા માટે પંપ હાઇડ્રો એટલે કે ૩૨.૩ ગીગાવોટની સંભવિતતા, ઊર્જા સંગ્રહ અને ઑફ-શોર પવન તકનીકોની પણ શોધ કરી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે હબ બનાવવા માટે રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાતે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે પાવર સપ્લાય કરવા માટે રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટે જમીન નીતિ ૨૦૨૩ જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે ૧.૯૯ લાખ હેક્ટર જમીન નિર્ધારિત પણ કરી છે.

મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતે GUVNLના GETRI હેઠળ "C-NET" એટલે કે સેન્ટર ફોર નેટ ઝીરો એનર્જી ટ્રાન્ઝિશન નામની થિંક ટેન્કની સ્થાપના કરી છે. C-NET વર્ષ - ૨૦૭૦ સુધીમાં આપણા નેટ ઝીરો લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિગતવાર યોજના તૈયાર કરશે. તેના ભાગરૂપે GETRI એ SECI, GEDA અને GUVNL સાથે સંયુક્ત રીતે સેમિનારનું આયોજન કર્યું છે.

કેન્દ્રીય પાવર, ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી મંત્રાલયના સચિવ ભુપેન્દ્રસિંધ ભલ્લાએ જણાવ્યું હતું કે, ક્લાયમેટ ચેન્જની સમસ્યાના હલ માટે ભારત સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિમાં હાલમાં દુબઈ ખાતે COP -28 કોન્ફરન્સ યોજાઇ રહી છે ત્યારે આ બે દિવસીય કોન્ફરન્સ ગુજરાત અને ભારતમાં પરંપરાગત ઊર્જા ક્ષેત્રે ઉત્પાદનની નવી તકો ઉપલબ્ધ કરાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X