For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં વધારો, અમદાવાદની હોસ્પિટલમાં 481 દર્દીઓ દાખલ

દેશમાં મ્યૂકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં 4 જેટલા રાજ્યોએ આ રોગને સૂચિત કર્યા છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી સંક્રમિત થયા પછી લગભગ 90 લોકોનાં મોત નીપજ્યાં છે અને કોવિડ અને પોસ્ટ બંને કોવિડ

|
Google Oneindia Gujarati News

દેશમાં મ્યૂકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં 4 જેટલા રાજ્યોએ આ રોગને સૂચિત કર્યા છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી સંક્રમિત થયા પછી લગભગ 90 લોકોનાં મોત નીપજ્યાં છે અને કોવિડ અને પોસ્ટ બંને કોવિડ દર્દીઓ આ રોગને સંક્રમિત થવાનું જોખમ વધારે છે. અમદાવાદમાં હવે બ્લેક ફંગસના કેસોમાં વૃદ્ધી નોંધાઇ છે, અહી 481 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓ માટે નિવાસી તબીબોને 24*7 ઉપલબ્ધ રહેવાનો આદેશ અપાયો છે. 132 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી છે અને અન્ય ઘણા લોકોની સારવાર બાદ તેમની સર્જરી કરાશે.

Mucormycosis

બ્લેક ફંગસના લક્ષણો

  • નાકમાંથી લોહી વહેવુ, પોપડી જામવી અથવા કંઇક કાળુ નીકળવુ.
  • નાક બંધ થવુ, માથુ અને આંખમાં દુખાવો, આંખની આસપાસ સોજો, ઝાંખપ આવવી, આંખો લાલ થઇ જવી, ઓછુ દેખાવુ, આંખોને ખોલવા-બંધ કરવામાં સમસ્યા થવી.
  • ચહેરો સુન્ન થઇ જવો અથવા ઝણઝણાટ અનુભવવી.
  • મોઢુ ખોલવામાં અથવા કંઇક ચાવવામાં સમસ્યા થવી.
  • આવા લક્ષણો તમારામાં છે કે નહીં તેના માટે દરરોજ પોતાનીજાતને ચેક કરો, સારી રોશનીમાં ચેક કરો જેથી ચહેરા પર કોઇ અસર હોય તો જોઇ શકાય.
  • દાંત પડી જવા, મોઢાની અંદર અથવા આસપાસ સોજો આવવો.

કેવી રીતે થશે કોરોનાનો ખાત્મો? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપી જાણકારીકેવી રીતે થશે કોરોનાનો ખાત્મો? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપી જાણકારી

બ્લેક ફંગસના લક્ષણો જણાતા શુ કરવુ

  • જો કોઈ દર્દીને બ્લેક ફંગસના લક્ષણો દેખાઈ આવે છે, તો તેની દેખરેખ કરી રીતે રાખવી તેના વિશે એઈમ્સે જાણકારી આપી છે.
  • કોઈ ENT ડોક્ટર્સનો તાત્કાલિક સંપર્ક કરવો, આંખના એક્સપર્ટનો સંપર્ક કરવો અથવા કોઈ એવા ડોક્ટર્સનો સંપર્ક કરવો, જેનાથી દર્દીની સારવાર થઈ શકે.
  • ટ્રીટમેન્ટને દરરોજ ફોલો કરો. જો ડાયાબિટીશ છે, તો બ્લડ શુગરને મોનિટર કરતા રહો.
  • કોઈ અન્ય બિમારી હોય તો તેની દવા લેતા રહો અને મોનિટર કરો.
  • જાતે જ સ્ટેરોઈડ અથવા કોઈ અન્ય દવાનું સેવન ન કરો, ડોક્ટર્સની સારવાર પર ધ્યાન આપો.
  • ડોક્ટરની સલાહ પર MRI અને CT સ્કેન કરાવો, નાક અને આંખની તપાસ કરાવવી જરૂરી
English summary
Increase in cases of black fungus in Gujarat, 481 patients admitted in Ahmedabad hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X