For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૂર ભાડામાં વધારાથી સૌરાષ્ટ્રના મીઠા ઉદ્યોગને 100 કરોડનો ફટકો

|
Google Oneindia Gujarati News

વઢવાણ, 26 જૂન : નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવતા જ રેલવે ભાડા અને રેલવે નૂરમાં વધારો કર્યો છે. આ વધારો 25 જૂનથી અમલમાં પણ આવી ગયો છે. રેલવે નૂરમાં 6.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની સીધી અસર નરેન્દ્ર મોદી જે રાજ્યમાંથી આવે છે તે ગુજરાતને મોટી અસર કરશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા મીઠા ઉદ્યોગને તેનો સૌથી મોટી અસર થવાની છે અને તેના કારણે ગુજરાતના મીઠા ઉદ્યોગને વાર્ષિક રૂપિયા 100 કરોડનો ફટકો પડવાનો અંદાજ છે.

નોંધનીય છે કે ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ દેશના કુલ મીઠા ઉત્પાદનમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. હવે સૌરાષ્ટ્રના મીઠા ઉદ્યોગ પર આવી પડેલા રૂપિયા 100 કરોડના બોજની સીધી અસર સમગ્ર દેશમાં મીઠાના ભાવ ઉપર પડશે. આ કારણે મીઠા આધારિત તમામ વસ્તુઓમાં ભાવ વધારાની અસર જોવા મળશે.

ગુજરાતમાં ખારાઘોડા અને પારડીમાં દેશનું સૌથી વધારે મીઠું પાકે છે. અહીં કાર્યરત મીઠા ઉદ્યોગના જણાવ્યા અનુસાર ખારાઘોડામાંથી દર મહિને રેલવેની 30 રેક જેટલું મીઠું દેશના વિવિધ ભાગમાં મોકલવામાં આવે છે. એટલે કે અંદાજે 3 લાખ ટન જેટલું મીઠું દર મહિને રેલવે મારફતે પરિવહન થાય છે.

હવે રેલવે નૂરમાં સાડા છ ટકાનો વધારો થતા મીઠા ઉદ્યોગ પર માસિક છથી સાત કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે. અહીંના મીઠા ઉદ્યોગ પર અંદાજે 25,000 પરિવારો પર નભે છે. તેમના ઉપર પણ વધારાની અસર જોવા મળશે.

આ ઉપરાંત લવણપુર અને નવલખીથી દર મહિને અંદાજે 4,000 ટન મીઠું રેલવે દ્વારા વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. આ કારણે નૂર ભાડાંમાં સાડા છ ટકાનો વધારો તેમના માટે કમરતોડ સાબિત થશે.

ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન

ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન

ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ દેશના કુલ મીઠા ઉત્પાદનમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. મીઠા ઉદ્યોગ પર અંદાજે 25,000થી વધારે પરિવારો પર નભે છે.

મીઠાનું વાર્ષિક ઉત્પાદન (લાખ મેટ્રિક ટનમાં)

મીઠાનું વાર્ષિક ઉત્પાદન (લાખ મેટ્રિક ટનમાં)


2008-09
દેશમાં - 191.51, ગુજરાતમાં - 149.03

2009-10
દેશમાં - 239.51, ગુજરાતમાં - 179.00

2010-11
દેશમાં - 186.10, ગુજરાતમાં - 145.16

ગુજરાતમાં મીઠા ઉત્પાદન કરતા જિલ્લા

ગુજરાતમાં મીઠા ઉત્પાદન કરતા જિલ્લા


મીઠા ઉત્પાદન કરતા જિલ્લા - 15
મીઠા ઉત્પાદન યુનિટો - 2320
મીઠા ઉત્પાદનમાં વપરાતી જમીન - 4,25,168 એકર

ગુજરાતમાં મીઠાની માહિતી

ગુજરાતમાં મીઠાની માહિતી


સોલ્ટ આયોડાઇઝેશન પ્લાન્ટ - 294
સોલ્ટ રિફાઇનરી - 31
સોડા એશ પ્લાન્ટ - 5
મોટા સોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ - 9
પલ્બિક/જોઇન્ટ સેક્ટર યુનિટ - 2

ગુજરાતમાં મીઠાના પ્લાન્ટની કેટેગરી

ગુજરાતમાં મીઠાના પ્લાન્ટની કેટેગરી


10 એકર સુધી - 1654
10 એકરથી 100 એકરની વચ્ચે - 20
100 એકરથી વધારે - 536
કોઓપરેટિવ સોસાયટી - 110
કુલ - 2320

English summary
Increase in railway freight put 100 crore burden on Saurashtra salt industries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X