આ વખતે ગરમી છક્કા છોડવશે? આવી ગઈ ઉનાળાને લઈને મોટી આગાહી
ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે. જોકે, ત્યારબાદ તાપમાનના પારામાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થતા ગરમીની તીવ્રતામાં વધારો થશે.

હવામાન નિષ્ણાતોના મતે હાલ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ છે. અત્યારે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે.
ગુજરાતના આઠ મુખ્ય શહેરોમાં અત્યારે ગરમીનો પારો ૩૪ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. જેમાં ડીસા ૩૫.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે.
રાજકોટ અને કંડલા જેવા વિસ્તારોમાં પણ તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં દિવસનું તાપમાન ૩૪ ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
ઉનાળાના પ્રારંભે જ વધતા જતા તાપમાનને કારણે લોકોએ અત્યારથી જ સાવચેતી રાખવી પડશે. આગામી અઠવાડિયામાં સૂર્યનો પ્રકોપ વધતા ગરમીના નવા રેકોર્ડ સર્જાય તેવી પણ સંભાવના છે.












Click it and Unblock the Notifications
