For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો નવો વ્યૂહ: કચ્છના ખોરી ક્રીકમાં બનશે લશ્કરનું તાલીમ હેડક્વાર્ટર

|
Google Oneindia Gujarati News

કચ્છ - ભુજ, 5 ઓગસ્ટ : પાકિસ્‍તાન, ચીન સહિતની આંતરરાષ્‍ટ્રીય સરહદોએ દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રચેલા સલામતીના નવા વ્યૂહની અસર હવે જોવા મળી રહી છે. દેશની પશ્ચિમી સરહદ ધરાવતા ગુજરાતમાં કચ્‍છ સરહદે અગ્રીમ હરોળના લશ્‍કરી તાલીમ મથક સ્થાપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ સંદર્ભમાં સોમવારે કચ્‍છ કલેકટર એમ.એસ. પટેલે બીએસએફના ઉચ્‍ચ અધિકારીએ અને રેવન્‍યુ તંત્રની ટીમ સાથે લખપતની સરહદ વિસ્‍તારની મુલાકાત લીધી હતી. જ્‍યાં લશ્‍કરી મથક સ્‍થાપવાની ગતિવિધિ થઈ રહી છે એ કોરી ક્રીક સહિતના વિસ્‍તારોમાં આ ટીમ ફરી હતી.

પાકિસ્‍તાન સાથે જોડતી ભારતની કચ્‍છ સીમા એ દેશના લશ્‍કરના તાલીમ મથક સ્‍થાપવાની ગતિવિધિ અંતર્ગત આજે મેજર જનરલ કચ્‍છની મુલાકાતે છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે અમદાવાદ સ્‍થિત લશ્‍કરના જીઓસી મેજર જનરલ હસબનીશની આજની કચ્‍છ મુલાકાત સૂચક ગણાવવામાં આવી રહી છે. મેજર જનરલ હસબનીશ આ તાલીમી મથકને અંતિમ ઓપ આપી શકે છે.

લશ્કરી મથક માટે કઇ જગ્યા ફાઇનલ?

લશ્કરી મથક માટે કઇ જગ્યા ફાઇનલ?


કચ્‍છ સરહદે જખૌ-કોટેશ્વરની વચ્‍ચે આવેલા સંવેદનશીલ વિસ્‍તાર હરામીનાળા અને ખોરી ક્રીક વચ્‍ચે 500 એકર જમીનમાં લશ્‍કરી મથક બનાવવાની દરખાસ્‍ત હાથ ધરાઈ છે. કોરી ક્રીક અને હરામીનાળાનો વિસ્‍તાર પાક ઘુસણખોરો માટે કુખ્‍યાત છે.

લશ્‍કરની ત્રણેય પાંખનું પહેલુ તાલીમી મથક ગુજરાતમાં

લશ્‍કરની ત્રણેય પાંખનું પહેલુ તાલીમી મથક ગુજરાતમાં


જો કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની તમામ ગતિવિધિ પુરી થઈ જાય તો કચ્‍છ અને ગુજરાતનું પ્રથમ તાલીમી મથક બની શકે છે. 500 એકરમાં સ્‍થપાનારા આ તાલીમી મથકમાં લશ્‍કરની ત્રણેય પાંખો ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળના જવાનો તાલીમ લઈ શકશે.

ભારતની વ્‍યુહાત્‍મક ચાલ

ભારતની વ્‍યુહાત્‍મક ચાલ


આંતરરાષ્‍ટ્રીય જીનીવા કરાર મુજબ કોઈપણ દેશ તેના લશ્‍કરી દળોની સરહદના 10 કિમીની અંદરના વિસ્‍તારમાં કાયમી થાણું બનાવી તૈનાત કરી શકે નહી. આ સંદર્ભે જો તાલીમ મથક હોય તો ત્રણેય પાંખોના જવાનોની નિગરાની રહી શકે છે.

પાકિસ્‍તાન વ્યૂહરચનામાં આગળ

પાકિસ્‍તાન વ્યૂહરચનામાં આગળ


સૂની સરહદે લશ્‍કરી ગતિવિધિ વધારવાની હિલચાલમા પાકિસ્‍તાન આપણા કરતા આગળ છે. પાકિસ્‍તાને કચ્‍છની સામે પાર ક્રીક સરહદે અર્ધ લશ્‍કરી દળોના ઓઠા તળે ખાસ પ્રકારના લશ્‍કરી દળોને તૈનાત કરી પાકિસ્‍તાનના નાના નાના માછીમારીના બંદરોને મરીન સિકયુરીટી સેન્‍ટર તરીકે વિકસાવી વ્‍યુહાત્‍મક રીતે લશ્‍કરી ગોઠવણ કરી ચૂક્યું છે.

English summary
Indian Army training headquarter to be established at Khori Creek, Kutch in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X