CM પદના ઉમેદવાર જાહેર ન કરાતા ઇન્દ્રનીલ રાજગુરૂએ આપનું ઝાડુ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો
ગુજરાતામાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઇ ગયા છે. પાર્થ ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ, કહેવત જેમ આપ, કોંગ્રેસ અને સત્તાધરી ભાજપ ચૂંટણી જીતવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ગુજરાતામાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઇ ગયા છે. પાર્થ ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ, કહેવત જેમ આપ, કોંગ્રેસ અને સત્તાધરી ભાજપ ચૂંટણી જીતવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. આવામાં ઘણા એવા નેતાઓ છે જે પદાધિકારની લાલસામાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા હોય છે.
હજૂ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. તો ગુજરાતમાં પહેલીવાર વિધાન સભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. આવામાં મુખ્યમંત્રી બનવાની લાલચને કારણે આપમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજગુરૂને ઝટકો લાગ્યો હતો. જે બાદ ઇન્દ્રનીલ રાજગુરૂએ આપનું ઝાડુ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીમાં ઈન્દ્રનીલ રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્દ્રનીલ રાજગુરુએ પાર્ટી નેતૃત્વ સમક્ષ પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, જનતાના સર્વેમાં ઈન્દ્રનીલના નામને સમર્થન આપવામાં આવ્યું ન હતું, તેથી પાર્ટીએતેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવાનો ઈન્કાર કર્યો હતો. આટલું જ નહીં જ્યારે પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરી રહ્યા હતા, ત્યારે ઈન્દ્રનીલ સ્ટેજ પર ગેરહાજર હતા. આ સંદર્ભે આમ આદમી પાર્ટીનું ગુજરાત એકમ રાત્રે 9 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
ગુજરાતમાં ઇશુદાન ગઢવી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ કે, ગુજરાતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ગુજરાત મોટા પરિવર્તન તરફ જઇ રહ્યો છે. 27 વર્ષ ગુજરાત પાસે કોઇ વિકલ્પ ન હતો. ભાજપ કોંગ્રેસ એક જ હતા. ગુજરાતમાં પહેલી વાર સાર્થક વિકલ્પ જોવા મળી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવામાં આવશે. આ ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બર, 2022ના રોજ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 માંથી 99 બેઠકો જીતી હતી, ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતાં 77 બેઠક જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50 ટકા અને કોંગ્રેસને 42 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવાના તમામ વચનો સાથે ચૂંટણી જીતવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે.












Click it and Unblock the Notifications
