For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે

માત્ર 21 ₹ માં ભકતો ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

|
Google Oneindia Gujarati News

સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી "બિલ્વપુજા સેવા" માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે કોઈ પણ ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી છે.

SOMNATH

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ છે અને સોમનાથ યાત્રા ધામ ના સર્વ ગ્રાહી વિકાસ માટે સતત માર્ગદર્શન આપી અનેક સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવી રહ્યા છે. તેમની પ્રેરણા થી આ બિલ્વ પૂજા સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના આપેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.

આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે.

English summary
Initiation of Bilvapuja Seva by Somnath Trust
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X