For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નિરમા યૂનિવર્સિટીમાં ઇક્યુબેશન સેન્ટરનું કર્યુ લોકાર્પણ

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક્તા અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે નિરમા યૂનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન સેનટ્રરનું ઉદ્દઘાટન કરવામાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક્તા અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે નિરમા યૂનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન સેનટ્રરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.

RAJIV CHANDRA SHEKHAR

આ પ્રસંગે બોલતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે.

વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી વર્ષોમાં ભારતમાં ભરપૂર તકો રહેલી છે. આ તકનો લાભ આજના યુવાનોએ જરૂરથી લેવો જોઈએ. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. વિદ્યા થકી સમાજનો ઉત્કર્ષ' એ વિધાનને નિરમા યુનિવર્સીટીએ ખરેખર ચરિતાર્થ કરી બતાવ્યું છે. આજનો યુવાન સમાજને મદદરૂપ થવા માટે સ્ટાર્ટટઅપ ક્ષેત્રમાં નવા ઇનોવેશન કરી રહ્યો છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, નિરમા યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી એવા ઇનોવેશન, પ્રિ-ઇન્ક્યુબેશન અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સપોર્ટ પૂરો પાડે છે જે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે મુખ્ય જરૂરી બાબતો છે. ઇન્ક્યુબેશન સેન્ટરમાં અનુભવી ફેકલ્ટી સભ્યો, સંશોધકો અને ઉત્કૃષ્ટ ઉદ્યોગ સાહસિક સુવિધાઓ થકી યુનિવર્સિટી સિસ્ટમમાં જ નવા વિચારોને એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. યુવા સંશોધકોની ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર એક મહત્વનું પાસું છે. ઇન્ક્યુબેટર સેન્ટરનો અનુભવી શિક્ષકગણ સ્ટાર્ટઅપ માટે ટેક્નોલોજી, ઇન્કેલેચ્ય્અલ પ્રોપર્ટી રાઇટ્સ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વિસ્તરણના ક્ષેત્રોમાં વિવિધ તબક્કાઓ પર માર્ગદર્શન પૂરું પાડે છે.

ઇન્ક્યુબેશન સેન્ટરને યુનિવર્સિટી દ્વારા તેમજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની SSIP નીતિ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી ટીમને રૂ. 2 લાખ સુધીની SSIP -(સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી) ગ્રાન્ટ મળે છે ઉપરાંત પેટન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ફાઇલ કરવા માટે નાણાકીય સહાય પણ મળે છે. યુનિવર્સિટી પાસે 10,000 ચોરસ ફૂટની સમર્પિત જગ્યા છે જેમાં કો-વર્કિંગ સ્પેસ, ઓફિસો, કોન્ફરન્સ રૂમ અને પ્રયોગશાળાઓ છે.

આ પ્રસંગે રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશ્નર એમ.નાગરાજન, ટેક્નિકલ એજ્યુકેશનના કમિશ્નર જી.ટી.પંડ્યા, નિરમા યુનિવર્સિટીના ચેરમેનશ્રી કરસનભાઇ પટેલ, નિરમા યુનિવર્સિટીના વાઇસ ચેરમેન કે.કે. પટેલ, નિરમા યુનિવર્સિટના ડાયરેક્ટર જનરલ ડૉ.અનુપ કે સિંઘ, રજિસ્ટ્રાર શ્રી જી.આર.નાયર, શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Innovation important in building 5 trillion economy: Rajiv Chandrasekhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X