For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 10 મહિલાઓ ઉર્જા અવોર્ડથી સન્માનિત

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત બીજા વર્ષે 'ઉર્જા એવોર્ડ્સ 2020'નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા એવોર્ડ્સ 2020 એવોર્ડ્સને ફ્રાબોન ઇન્ડિયા ટેક સોલ્યુશંસની સહયોગિ

|
Google Oneindia Gujarati News

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત બીજા વર્ષે 'ઉર્જા એવોર્ડ્સ 2020'નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા એવોર્ડ્સ 2020 એવોર્ડ્સને ફ્રાબોન ઇન્ડિયા ટેક સોલ્યુશંસની સહયોગિતામાં આયોજિત કરવામાં આવ્યો હતો. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરાઇ હતી.

આ હતા મુખ્ય કલાકાર

આ હતા મુખ્ય કલાકાર

સમારંભના મુખ્ય અતિથી તરીકે પીઢ કલાકાર અન્નપૂર્ણા શુક્લા ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે અતિથી વિશેષ તરીકે મિસીસ ઇન્ડિયા અર્થ નીપા સિઘ, જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડના પ્રમુખ અશોકભાઇ જૈન અને તરીકે યુજીવીસીએલના એક્ઝેક્યુટિવ એન્જિનીયર મોનાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

10 મહિલાઓને કરાઇ સન્માનિત

10 મહિલાઓને કરાઇ સન્માનિત

મહિલા દિવસની ઉજવણી કરતાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 'ઉર્જા એવોર્ડ્સ 2020'થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે કે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2020થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે.

દિવ્યાંગો માટે પ્રેરણાસ્ત્રોત પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલ, મિસિસ ઇન્ડિયા 2019 ફર્સ્ટ રનર અપ નુપૂર બાલિયા, મહિલા ઉદ્યોગ સાહસિક રાગ્ની પરીખ, જાણીતા અભિનેત્રી મનીષા ત્રિવેદી, મહિલા ક્રિકેટ કોચ જિજ્ઞા ગજ્જર, યુવા પ્રતિભા ભર્ગસેતુ શર્મા (વડોદરા), બાઇક રાઇડર ટ્વિંકલ કાપડી (ગાંધીધામ), રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પીઆઇ જી.એચ. પઠાણ, બ્યુટિશ્યન કોમલ પ્રજાપતિ અને શિક્ષણ તથા સામાજિક સેવા કાર્યો માટે જશોદાબેન જોશીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કલગી રાવલ

કલગી રાવલ

દિવ્યાંગો માટે પ્રેરણાસ્ત્રોત પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલ

નુપૂર બાલિયા

નુપૂર બાલિયા

મિસિસ ઇન્ડિયા 2019 ફર્સ્ટ રનર અપ નુપૂર બાલિયા

રાગ્ની પરીખ

રાગ્ની પરીખ

મહિલા ઉદ્યોગ સાહસિક રાગ્ની પરીખ

જિજ્ઞા ગજ્જર

જિજ્ઞા ગજ્જર

મહિલા ક્રિકેટ કોચ જિજ્ઞા ગજ્જર

ટ્વિંકલ કાપડી

ટ્વિંકલ કાપડી

બાઇક રાઇડર ટ્વિંકલ કાપડી (ગાંધીધામ),

જી.એચ. પઠાણ

જી.એચ. પઠાણ

રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પીઆઇ જી.એચ. પઠાણ

કોમલ પ્રજાપતિ

કોમલ પ્રજાપતિ

બ્યુટિશ્યન કોમલ પ્રજાપતિ

આ પણ વાંચો: જુઓ કેવી રીતે આપણા ગુજ્જુ સેલેબ્સે ઉજવી રંગબેરંગી ધૂળેટી!

English summary
International Women's Day honored with 10 Women's Energy Awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X