For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકથી પરત ફરેલા 15 ગુજરાતીઓ : દિલ કી લગી જુબાં પે ચલી આયી...

|
Google Oneindia Gujarati News

નવસારી, 7 જુલાઇ : સમગ્ર દેશ શનિવારે ઇરાકથી પરત ફરેલી કેરળની 46 નર્સોની ખુશીમાં સામેલ થયો હતો. તેવી જ રીતે સમગ્ર ગુજરાત રવિવારે ઇરાકથી પરત ફરેલા 15 ગુજરાતી શ્રમિકોના સહીસલામત પરત ફરવાથી ખુશ થયું છે. આ 15 શ્રમિકો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના જુદા જુદા ગામોના છે. તેઓ આઇએસઆઇએસ દ્વારા મચાવેલા આતંકમાં ત્યાં ફસાઇ ગયા હતા.

ઇરાકના નજફ વિસ્તારમાંથી તેમને રવિવારે એક વિમાનમાં દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ વિમાનમાં કુલ 200 ભારતીયો હતા. તેમાંથી 15 ગુજરાતીઓ હતા.ત્યારા બાદ તેમને ગુજરાત સરકારે મોકલેલી વિશેષ બસમાં મુંબઇથી નવસારી લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સરકારે સ્થાનિક ધારાસભ્યો સાથે મળીને તેમને હેમખેમ ઘરે પાછા લાવવાના તમામ જરૂરી પગલાં ભર્યાં છે. સૌ તેમના ઘરે પહોંચી ગયા છે.

આ 15 ગુજરાતી કામદારોમાં 13 નવસારી અને 2 વલસાડના હતા. આ કામદારો મુંબઇની એક કંપનીની મદદથી ઇલેક્ટ્રિશિયન અને ફિટર્સ તરીકે પાંચ મહિનાના કોન્ટ્રાક્ટ પર ઇરાક ગયા હતા. જો કે તેમને છેલ્લા બે મહિનાથી કોઇ પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. તેમને જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા તે પણ અત્યંત અરૂચિકર હતી.

આ કામદારોને ઇરાકમાં કેવો અનુભવ થયો તે જાણીએ...

આકાશમાં ફટાકડાની જેમ ફૂટતા બોમ્બ

આકાશમાં ફટાકડાની જેમ ફૂટતા બોમ્બ

તિકરિતમાં ફટાકડાની જેમ આકાશમાંથી પડતા બોંબ ગમે ત્‍યારે અમારા પર પડી શકે તેમ હતા. અમે લગભગ 350 લોકો એક જ જગ્‍યાએ ડરીને બેઠા રહ્યા. રાશન પણ પૂરૂં થવા આવ્‍યું હતું અને અમારો સાઇટ મેનેજર અને ફોર મેન તો અમને મૂકીને દોઢ મહિના પહેલા જ ભાગી ગયા હતા. ભારતીય દૂતાવાસે મદદ કરી ત્‍યારે અહીં સુધી સલામત રીતે પહોંચી શક્‍યા.

સેંકડો ભારતીયોને પાછા ફરવું છે

સેંકડો ભારતીયોને પાછા ફરવું છે

ઇરાકના તિકરિતમાં આઇએસઆઇએસના આતંકવાદીઓએ બે મહિનાથી આતંક મચાવ્‍યો છે. ઇરાકી સરકાર અને આઇએસઆઇએસના આતંકવાદીઓ વચ્‍ચેની લડાઇમાં સવાર-સાંજ બોંબમારો અને ગોળીઓના વરસાદ વચ્‍ચે ખુદને બચાવીને બેઠેલા સેંકડો ભારતીયો હેમખેમ પાછા ફરવાની આશા રાખીને બેઠા છે.

છાપરગામના ઇશ્વર પટેલ

છાપરગામના ઇશ્વર પટેલ

તિકરિતમાં સાઇટની આસપાસ સૈન્‍ય વિસ્‍તાર હતો. સવાર-સાંજ બોંબ પડતા હતા. બીકના માર્યા અમે એકસાથે બેસી જતા હતા. ખાવામાં પણ પાણી વાળા દાળ-ભાત અને સૂકા ખાબૂસ(રોટલી) મળતા હતા. પાસપોર્ટમાં ત્રણ મહિનાનો જ વીજા હતો. એટલે પોલીસે પકડી લીધા હતા. ભારતીય દૂતાવાસ પાસેથી મદદ માગી તો જવાબ મળ્‍યો અહીં શા માટે આવ્‍યા? બાદમાં કેન્‍દ્ર સરકારની કાર્યવાહીથી વિશેષ વિમાનથી ભારત જવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી.

મેઘરના અંકિત પટેલ

મેઘરના અંકિત પટેલ

હું પહેલી વાર ઇરાક ગયો હતો. તિકરિતમાં બોંબમારો અને ગોળીઓનો વરસાદ દિવાળીના ફટાકડાની જેમ ભાસતા હતા. એક રૂમમાં ભારે ગરમીમાં બહુ તકલીફ વેઠવી પડી. આતંકવાદીઓના હુમલા વધતા સાઇટ મેનેજર, ફોરમેન અને અન્‍ય અધિકારી અમને એકલા મૂકીને ભાગી ગયા. અમે તો જીવતા બચવાની આશા જ છોડી દીધી હતી. અહીં આવી બહુ ખુશી થઇ.

ગોયંદીના જોગી પટેલ

ગોયંદીના જોગી પટેલ

હું 25 વર્ષોથી વિદેશમાં નોકરી કરવા જાઉં છું. હુમલાઓથી બહુ ડરી ગયો હતો. કંપનીએ પાસપોર્ટ પર વીજા ન લગાવ્‍યા હોવાથી ભારતીય દૂતાવાસે પણ મદદ કરવાની ના પાડી દીધી. અહીં પરીજનોને ફોન કરીને જણાવ્‍યું કે સરકાર પાસે મદદ માંગે. ત્‍યારબાદ ભારત સરકારના પ્રયાસોથી વતન પરત ફર્યા છીએ.

English summary
Iraq crisis : 15 Gujarati workers returned Navsari and Valsad in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X