"ઉડતા ગુજરાત": ગુજરાતની કહેવાતી "દારૂ" બંધી!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ખાલી કહેવાતી દારૂબંધી છે. તે વાતના પુરાવા આજે સામે ચાલીને મળી આવ્યા છે. ગત રાતે વડોદરા પાસે આવેલા અખંડ ફાર્મ હાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્ન પહેલાની પાર્ટી હતી. જ્યાં શહેરના તમામ ટોચના ઉદ્યોગપતિઓ હાજર હતા અને સાથે જ હાજર હતો મોટી માત્રામાં દારૂનો જથ્થો.

Read also: વડોદરાના માલેતુજારો દારુની મહેફિલ માણતા ઝડપાયા

નોંધનીય છે કે પોલીસે આ પાર્ટીમાં દરોડો પાડીને મોટી સંખ્યામાં વિદેશી દારૂ જડપી પાડ્યો છે. ત્યારે સવાલ તે થાય છે કે ગુજરાત કે જ્યાં દારૂ બંધી છે ત્યાં આટલી મોટી સંખ્યામાં દારૂ આવ્યો ક્યાંથી?

હાઇ પ્રોફાઇલ પાર્ટી

નોંધનીય છે કે આ હાઇ પ્રોફાઇલ પાર્ટીમાંથી 200થી વધુ લોકો પકડાયા છે. જેમાં 50 થી વધુ મહિલાઓ પણ છે. પોલિસ બસો ભરી ભરીને ફાર્મ હાઉસથી લોકોને લઇ ગઇ છે. અને તે પછી તેમની મેડિકલ તપાસ પણ થશે જેમાંથી બહાર આવશે કે કેટલા લોકોએ આ પાર્ટીમાં દારૂની મહેફિલ માણી હતી. જો કે સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ આ પાર્ટીમાં અનેક લોકો નશામાં ચકચૂર હતા.

ગુજરાત અને દારૂ

ગુજરાત અને દારૂ

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર તેવી અનેક દારૂની પાર્ટીમાં મોટા ઘરના નબીરાઓ દારૂના મોટા જથ્થા સાથે પકડાઇ ચૂક્યા છે. ત્યારે શું આપણે તેમ માનવું કે પૈસાના જોરે ગુજરાતમાં દારૂબંધીના કાયદા સાથે ફેરફાર કરી શકાય છે?

કહેવાતી દારૂબંધી

કહેવાતી દારૂબંધી

ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે કે ખરેખરમાં કડક શબ્દોમાં તેનું પાલન પણ થાય છે તે વાતનો જવાબ તો હવે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસે આપવો જ રહ્યો. હાલમાં ભારે વિરોધ બાદ ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પણ શું આ કડક નિયમો દારૂબંધી લાવી શકશે?

31 Dec. આવી રહી છે

31 Dec. આવી રહી છે

દારૂબંધી ગુજરાતમાં કેટલી કડક રીતે લાગુ થઇ છે તે વાતની પોલ દર 31 ડિસેમ્બરે ખુલતી જ રહે છે. વળી પાછી 31 ડિસેમ્બર આવી રહી છે. પોલીસે પોતાની તરફથી જાહેર ચેતવણી આપી દીધી છે. પણ કહેવાય છે ને કે ગુના કરનારા ગુના આચરવા માટે નીતનવા માર્ગો શોધી જ લેતા હોય છે. જેમ ઉદ્યોગપતિના ફાર્મહાઉસમાં દારૂની પેટીઓ પહોંચી ગઇ તેમ જ!

English summary
Do you think Gujarat is Dry state? Even after Vadodara liquor party? Government should reply.
Please Wait while comments are loading...