'હત્યા પહેલા ઇશરત અને ત્રણ અન્યને કેદમાં રાખવામાં આવ્યા હતા'

મુખ્ય તપાસ અધિકારી સીબીઆઇ ઉપાધ્યક્ષ જી કલૈમણિએ બુધવારે પ્રથમ આરોપપત્ર દાખલ કર્યું. તેમણે કહ્યું કે ઇશરતની સાથે ઠાર મરાયેલ કહેવાતો પાકિસ્તાની નાગરિક જીશાન જોહર લગભગ ત્રણ મહિના સુધી ગુજરાત પોલીસની કેદમાં હતા.
અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અને સીબીઆઇ ન્યાયાધીશ એચએસ ખુતવાડ સમક્ષ દાખલ આરોપપત્રમાં કહેવાયું છે કે જીશાન જોહરને ગુજરાત સબ્સિડરી આઇબીના તત્કાલીન પ્રમુખ રાજેન્દ્ર કુમારના બે ખબરીઓની મદદથી એપ્રિલ 2004માં અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.
જીશાનને અમદાવાદ લાવવા માટે રાજેન્દ્ર કુમારે પોતાના બે ખબરીઓનો ઉપયોગ કર્યો અને તેમને નગરના ગોતા હાઉસિંગ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. ઇશરત જહાં અને જાવેદ શેખ એક વાદળી ઇન્ડિકા કાર લઇને 12 જૂનના રોજ આણંદ જિલ્લાના વાસદ ટોલબૂથ પહોંચ્યા. ત્યાં તેમને એન કે અમીન અને તરુણ ભનોટની કેદમાં લઇ લીધા.












Click it and Unblock the Notifications
