For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસમાં જેટલીને રાહત, તિરસ્કાર અરજી પાછી લેવાઇ

|
Google Oneindia Gujarati News

arun jaitley
અમદાવાદ, 14 જૂન : ઇશરત જહાં અને અન્ય ત્રણના કહેવાતા નકલી એન્કાઉન્ટર મર્ડરના સંબંધમાં ભાજપા નેતા અરુણ જેટલીની સામે તેમના એક લેખને લઇને કોર્ટના અપમાન કાર્યવાહી અંગે દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટના વાંધાઓને ધ્યાનમાં લઇને આજે પાછી લઇ લેવાઇ છે.

ન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ જેડ કે સૈયદની પીઠે કહ્યું કે લોકતંત્રમાં દરેકને જાણવા અને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. કોર્ટને તેનાથી કોઇ ફર્ક નથી પડતો.

જોકે જ્યારે અરજીકર્તાના વકિલ મુકુલ સિન્હાએ કહ્યું કે આ મામલાને આગળ વધારવા માગે છે તો ન્યાયમૂર્તિ પટેલે કહ્યું કે વ્યવસ્થાની માંગ એ છે કે આપણે કોઇ પણ પ્રકારની કાર્યવાહી શરૂ ના કરવી જોઇએ કારણ કે આ કોર્ટની એક અન્ય પીઠની સામે ઇશરતનો કેસ પેન્ડિંગ પડ્યો છે.

કોર્ટે પોતાના આદેશમાં ગેર સરકારી સંગઠન 'જન સંઘર્ષ મંચ'ને અરજી પાછી લેવાની પરવાનગી આપતા છૂટ આપી કે તેઓ અરજીને ફરીથી દાખલ કરી શકે છે જેથી અન્ય ખંડપીઠ સુનવણી કરી શકે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ ત્રણ જૂનના રોજ ઇશરત જહાં મામલાના સંબંધમાં પોતાના બ્લોગ પર 'શૂડ સીબીઆઇ અનકવર દ આઇબી' શીર્ષક પર એક લેખ લખ્યો હતો.

English summary
A petition, seeking contempt of court proceedings against senior BJP leader Arun Jaitley for his article in relation to fake encounter case of Ishrat Jahan and three others, was today withdrawn after High Court expressed its reservations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X