For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાં કેસમાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan-encounter
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી: સીબીઆઇએ 2004માં ઇશરત જહાં અને અન્ય ત્રણ સાથે બનાવટી એન્કાઉન્ટર કેસમાં વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ આ મુદ્દે શનિવારે મોડી રાત્રે સ્પેશિયલ અભિયાન દળ, ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલની ધરપકડ કરી હતી. ભરત પટેલને સસ્પેંડ ડેપ્યુટી સુપ્રિટેંડેટ ઓફ પોલીસ તરૂણ બારોટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. તરૂણ બારોટની પણ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

2004માં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ભરત પટેલને સીબીઆઇએ ગાંધીનગર ઓફિસમાં પુછપરછ માટે બોલાવ્યા હતા. મેટ્રોપોલિટન મએજિસ્ટ્રેટ એ યૂ જૂજરુએ તેમને 24 કલાક માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દિધા હતા.

સીબીઆઇએ 14 દિવસની કસ્ટડી આપવાની અપીલ કરી છે. સીબીઆઇના વકીલ અભિષેક અરોરાએ કહ્યું હતું કે આરોપી લોકો પોલીસ અધિકારી છે જે ગુનાના સમયે ઘટનાસ્થળે હાજર હતા. ગુનાના કાવતરામાં તેમને મદદ કરી હતી જેથી તેમની હત્યા થઇ હતી.

English summary
The Central Bureau of Investigation has arrested one more police officer in connection with the 2004 alleged fake encounter of Ishrat Jahan and three others, officials of the agency said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X