For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરોના વૈજ્ઞાનિકના પુત્ર સહિત ત્રણની બોગસ ક્રેડિટ કાર્ડ કૌભાંડમાં ધરપકડ

By Super
|
Google Oneindia Gujarati News

arrest
અમદાવાદ, 01 ઑક્ટોબરઃ બોગસ ક્રેડિટ કાર્ડ થકી ખરીદી કરવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક શખ્સ ઇસરોના વૈજ્ઞાનિકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય એક આરોપીની પોલીસ દ્વારા શોધ ચલાવાઇ રહી છે. પકડાયેલા ત્રણ યુવકો પાસેથી વિવિધ બેન્કના 32 બનાવટી ક્રેડિટ કાર્ડ અને મોંઘી વસ્તુઓ મળી આવી છે.

માહિતી અનુસાર, અજંલી ચાર રસ્તા પાસેથી પસારે થયેલી કારમાં ઇસરોના વૈજ્ઞાનિકનો પુત્ર રાહુલ શાહ સહિત ત્રણ યુવકો હતા. જેમની પાસેથી વિવિધ બેન્કના ક્રેડિટ કાર્ડ મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા તેઓ એન્કોડરથી લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા ચોરી કરી ક્લોન કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરી ક્લોન કરાયેલા બોગસ ક્રેડિટ કાર્ડ થકી વૈભવી અને કિંમતી વસ્તુની ખરીદી કરવામાં આવ રહી છે. જે યુવકો અજંલી ચાર રસ્તા પાસેથી પસાર થવાના છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઉક્ત ત્રણેય યુવકોને ઝડપી પાડ્યાં હતા.

બોગસ ક્રેડિટ કાર્ડ કૌભાંડમાં પકડાયેલા ત્રણ યુવકો પાસેથી 32 બોગસ ક્રેડિટ કાર્ડ ઉપરાંત લેપટોપ, મોંધી ઘડિયાળ, મોબાઇલ ફોન મળી આવ્યાં હતા. જેને કબજે કરવામાં આવ્યાં છે.

English summary
ISRO Scientists son and his two friends arrested for using bogus credit cards to purchase goods from various malls in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X