For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસુદાન ગઢવીએ AAP ના પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો, પક્ષ વિરોધી લોકો સામે કાર્યવાહીની વાત કરી

આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ જવાબદારી સંભાળી છે. જવાબદારી સંભાળતા જ તેમને પક્ષ વિરોધી લોકો વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને હટાવીને ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને હટાવીને ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે હવે ઇસુદાન ગઢવીએ પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળી લીધો છે.

aam admi party

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ઉતરી હતી અને પાર્ટીને સીટો પર જીત મળી હતી, જો કે આમ આદમી પાર્ટીને ગોપાલ ઈટાલિયાની નેગેટીવ ઈમેજને કારણે નુકસાન થયુ હતુ. હવે પાર્ટીએ આ તમામ કારણોને જોતા ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ઇસુદાન ગઢવીને હવે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે.

ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળતા જ પાર્ટી વિરોધી લોકો પર કાર્યવાહી કરવાની વાત કરી છે. ઇસુદાન ગઢવી આસ્તિક માણસ છે ત્યારે તેમણે પુજા-વિધિ કરીને પાર્ટીના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી છે. ચાર્જ સંભાળતા જ ઇસુદાન ગઢવીએ જણાવ્યુ કે, અમે કાર્યકારી પ્રમુખો સાથે વાત બેઠક કરીશું. આ સાથે તેમણે પક્ષ વિરોધી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી.

પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતા હવે આમ આદમી પાર્ટીની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તરફ છે. પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પુરી તાકાત લગાવશે. ઇસુદાને ચાર્જ સંભાળતા જ કહ્યું છે કે હવે પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ફોકસ કરશે.

English summary
Isudan Garhvi took charge as the state president of AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X