નવરત્ન બિલ્ડર્સને ત્યાં ITના દરોડા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં IT વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે નવરત્ન બિલ્ડર્સને ત્યાં પણ આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે વહેલી સવારથી જ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આયકર વિભાગ દ્વારા નવરત્ન બિલ્ડર્સની ઓફીસ સહીત અલગ - અલગ જગ્યાએ પણ IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

incometax

પ્રાપ્ત માહિતી મુજબ નવરત્ન બિલ્ડરનાં પાર્ટનર્સને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 25થી વધુ જગ્યા પર આવકવેરા વિભાગે સર્ચ હાથધર્યું છે. એક જ સપ્તાહમાં અમદાવાદમાં આઇટી દ્વારા બીજીવાર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે નોટબંધી પછી તંત્ર દ્વારા આવા અનેક બેનામી વ્યવહારો બહાર આવે તેવી કવાયત હાથ ધરવામાં આવી છે.

Read also : GST માટે મળશે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય ખાસ સત્ર

English summary
IT department Raid at Navratna Builders in Ahmedabad. Read more on this.
Please Wait while comments are loading...