For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ મોદીથી ડરી ગઇ છે: અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

arun jaitley
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતી વખતે ભાજપના રાષ્ટ્રનેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ, સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ મોદીથી ડરી ગઇ છે, તેથી તે આ વખતે તેમના પર પ્રહાર કરતા ખચકાઇ રહી છે.

તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી મને ગુજરાતમાં આવવાની તક મળી રહી છે. જ્યારે પણ ગુજરાતામાં ચૂંટણી હોય છે ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં આવે છે, અન્ય મુદ્દાઓ પર દલીલ કરવાના બદલે કોંગ્રેસ મોદી પર વ્યક્તિગત પ્રહાર કરતા જોવા મળી છે, પંરતુ આ વખતે તેઓના સૂર બદલાઇ ગયા છે કારણ કે તે મોદીથી ડરી ગઇ છે.

સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવેલા પ્રહારો અંગે તેમણે કહ્યું કે, તેમના ભાષણો અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા લખવામાં આવતા લાગે છે, તેથી જ જ્યારે પણ તે સંબોધન કરે છે ત્યારે તેમાં તફાવત જોવા મળે છે. કોંગ્રેસનું અભિયાન નકારાત્મક છે, તે હંમેશા મુદ્દા વગર જ લડતી આવી છે. તેઓ કહે છે કે ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં ખેડુતોનો વિકાસ થયો નથી, પરંતુ હકિકત એ છે કે ખેડુતોનો વિકાસ ભાજપ સરકારના રાજમાં થયો છે.

આજે દેશ મોંઘવારીનો માર જીલી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ કોંગ્રેસના કારણે વધ્યા છે. ભ્રષ્ટાચાર ગુજરાતની ભાજપ સરકાર પર લગવવામાં આવે છે પરતું ખરી વાત તો એ છે કે સૌથી વઘારે ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં થયો છે.

તેમણે રાજ્યના નેતૃત્વ અંગે વાત કરતા તેમણે શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ નહીં કરતા કહ્યું કે, પસંદગીકારો દ્વારા કેપ્ટનની પસંદગી કરવામાં આવે છે,પરંતુ કોંગ્રેસના એક નેતા દ્વારા પોતાની જાતને જ કેપ્ટન કહે છે, પંરતુ બધાને ખબર છે કે કેપ્ટનની ઘોષણા પસંદગીકારો કરે છે અને અમે અમારા કેપ્ટનની ઘોષણા કરી નાંખી છે.

English summary
arun jaitley addressing media at ahmedabad and said that congress not targeting modi because they fearing from him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X