Jalaram bapa controversy : જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાન પ્રકાશને મોરારી બાપુએ અરીસો દેખાડ્યો
Jalaram bapa controversy : સ્વામિનારાયણના સાધુ જ્ઞાન પ્રકાશે જલારામ બાપા પર આપેલા નિવેદન મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધતા સ્વામીને જલારામ બાપાના પગે પડીને માફી માંગવી પડી હતી.
જો કે આ મ છત્તા આ મામલો હજુ શમ્યો નથી. હજુ પણ સનાતનને માનનારા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ક્રમમાં જ મોરારી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે.

વિવાદ પર મોરારી બાપુએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, જલારામ બાપાને નીચા દેખાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે જેને માનતા હોય તેને ઉંચા ચિતરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સદ્દનું વ્રત ધારણ કરનારને સદાવ્રતનો ખ્યાલ આવે. પુસ્તકમાં કંઇપણ લખાયું હોય પણ સત્યને સાથે રાખવું આવશ્યક છે. મોરારી બાપુએ વધુમાં કહ્યું કે સનાતન ધર્મ પર અવાર-નવાર પ્રહાર થતા આવ્યા છે, જે અસ્વીકાર્ય છે.
જણાવી દઈએ કે, અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.
તેમણે સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે, મારી એકમાત્ર ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે.
જલાભગતે ગુણાતીત સ્વામીને ભોજન કરાવ્યું હતું, જે બાદ ગુણાતીત સ્વામીએ જલાભગતને આશીર્વાદ આપ્યા કે, તમારો ભંડારો કાયમ માટે ભરેલો રહેશે.
આ નિવેદનને કારણે જલારામ બાપાના ભક્તોમાં અસંતોષ ફેલાયો હતો. બફાટ કરનારા જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે વિરોધ વ્યક્ત થયો અને ભક્તોએ માફી માગવાની માંગ ઉઠાવી હતી.
વિવાદ વધુ ઉગ્ર બનતા જ્ઞાન પ્રકાશને વિરુપર જઈ જલારામ બાપાના મંદિરમાં ઘુંટણીએ પડીને માફી માંગવી પડી હતી. આ ઘટના હજુ પણ ચર્ચાનો વિષય બની છે અને આ વિવાદને લઈને વિવિધ મંતવ્ય સામે આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
