For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરના વકીલની હત્યા કેસની તપાસમાં પોલીસે નવ જેટલી ટીમ બનાવની તપાસ શરૂ કરી

જામનગરના નવા ગામ સોસાયટીમાં રહેતા અને ક્રીમીનલ તેમજ જમીનના કેસ લડતા કીરીટ જોષીની ગત શનિવારે જાહેરમાં છરીના 30 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જામનગરના નવા ગામ સોસાયટીમાં રહેતા અને ક્રીમીનલ તેમજ જમીનના કેસ લડતા કીરીટ જોષીની ગત શનિવારે જાહેરમાં છરીના 30 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવ અંગે જામનગરના ભુ માફિયા જયેશ પટેલ અન્ અન્ય શંકમદો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે આ બનાવના બે દિવસ બાદ પણ પોલીસને હત્યારાઓ અંગે કોઇ કડી મળી નથી.

jamnagar murder

બીજી તરફ સીસીટીવીમાં દેખાઇ રહેલા બે યુવકોએ અંદાજે 30 સેકન્ડ સુધી સ્થળ પર રહીને કીરીટ જોષીએ દમ ના તોડ્યો ત્યાં સુધી તેને છરીના ઘા ઝીંક્યા હતા અને બંને આરોપીઓ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ છે. તેમ છતાંય,પોલીસ કોઇ કડી મળી નથી. ત્યારે કીરીટ જોષીના ભાઇ એશોક જોષીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના ભુ માફિયા જયેશ પટેલનું નામ લખાવ્યું છે. કારણ કે કીરીટ જોષી જયેશ પટેલ વિરૂધ્ધ રૂપિયા 100 કરોડની જમીનની છેતરપીંડીનો કેસ લડી રહ્યા હતા અને જેમાં તેણે નોંધપાત્ર પુરાવા પણ એકત્ર કર્યા હતા. જેના કારણે જયેશ પટેલની મુશ્કેલી વધી શકે તેમ હતી અને હાલ જામીન પર રહેલા જયેશ પટેલના જામીન પણ રદ થઇ શકે તેમ હતા. ત્યારે હાલ વિદેશમાં ફરવા ગયેલા કોઇ ભાડુતી કીલરની મદદ લઇને કીરીટ જોષીની હત્યા કરાવી હોવાની આશંકા ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ આ બનાવ બાદ જીલ્લા પોલીસ વડાએ લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતના અધિકારીઓની નવ જેટલી ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ જયેશ પટેલ જામનગરનો સૌથી મોટો ભુ માફિયા છે અને તેણે કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે પડાવીને તેના પર બિલ્ડરોની મદદથી બાંધકામ પણ શરૂ કરાવી દીધા હતા. તેમજ તેણે ઘણા લોકો પર જીવલેણ હુમલાથી માંડીને હત્યા કરાવી હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે.

બીજી તરફ જાણીતા વકીલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને વકીલોએ સોમવારે કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરતા સમગ્ર ગુજરાતમાં આજે કોર્ટના કામકાજ પર અસર થઇ હતી.

English summary
In the investigation into the murder of a lawyer of Jamnagar, the police started investigating with nine teams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X