જામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી માતાના CCTV આવ્યા સામે

Subscribe to Oneindia News

તણાવભરી જિંદગીમાં લોકો ધીરે ધીરે સંવેદનાહીન બનતા જાય છે. તેનું ઉદાહરણ ગુજરાતના જામનગર ખાતે જોવા મળ્યું હતું. ઉત્તરાણના તહેવાર અગાઉ જામનગરમાં એક માતાએ પોતાના બે બાળોકને લાખોટા તળાવમાં ફેંક્યા હતા. અને પોતે પણ તળાવમાં કૂદી પડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટવી ફૂટેજ સામે આવ્યા છે. જામનગર પાલિકા દ્વારા લાખોટા તળાવનું નવીનીકરણ કર્યા બાદ તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. સીસીટીવી મુજબ માતાએ બાળકોને પટકારીને નીચે ફેંક્યા હતા.

suicide

જેમાં જોવા મળ્યું હતું કે નિદર્યી માતાએ બે બાળકોને તળાવમાં ફેંકીને પોતે પણ તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે આ ઘટનામાં સમય સૂચકતા અને સતર્કતાને પગલે બંને બાળકો અને માતાને બચાવી લેવામાં આવી હતી.અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મહિલાનું પ્રાથમિક નિવેદન લીધા બાદ જણાવ્યુ હતું કે આ મહિલાને કૌટુંબિક કલેશના કારણે આવેશમાં આવીને આમ કર્યું હતુ. જોકે મહિલા પર બાળકોની હત્યા કરવાનો પ્રયાસનો ગુનો દાખલ થઈ શકે કે નહીં તે આગળની તાપસ દ્વારા જ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.

English summary
Jamnagar : Women try to suicide with her two kids. Read more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.