
Jan Ki Bat Exit Poll : ગુજરાતમાં બીજેપી, હિમાચલમાં 50-50, જાણો તમામ આંકડા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ હવે એક પછી એક એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. મોટા ભાગના સર્વે એક જ વાત જણાવી રહ્યા છે કે ગુજરાતમાં બીજેપી સત્તા જાળવી રહી છે તો હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
જન કી બાત એક્ઝિટ પોલના સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં બીજેપી 117થી 140 સીટો જીતી રહી છે. આ સિવાય કોંગ્રેસ 34થી 51 અને આમ આદમી પાર્ટીને 6થી 13 સીટ મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં 1થી 2 સીટો આવી શકે છે.
હિમાચલ પ્રદેશના આંકડા અનુસાર, અહીં બીજેપી માટે સત્તા જાળવવી મુશ્કેલ બની રહી છે. સીટોની વાત કરીએ તો અહીં બીજેપીને 32થી 40 સીટ મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 37થી 34 સીટો મળી શકે છે. અહીં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીને કોઈ ખાસ સીટો મળી રહી નથી. અહી તેના ખાતામાં 1થી 2 સીટો આવી શકે છે. અહીં કાંટાની ટક્કર સામે આવી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. બન્ને રાજ્યોમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે મજબુત ટક્કર જોવા મળી રહી છે.