For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના PMની પત્ની અકી આબેનું સ્વાગત થશે હટકે અંદાજથી

જાપાનની ફસ્ટ લેડી અકી એબે ગુજરાતમાં માણશે ગુજરાતી ભોજનનો ચટકો. સાથે જ કરશે અંધજન મંડળ અને ઓરેગામી ઉત્સવની મુલાકાત. જાણો જાપાનની ફસ્ટ લેડી અકી એબે વિષે વધુ અહીં

|
Google Oneindia Gujarati News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની અકી આબે આજે ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે જાપાનના વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તમામ રાજકીય કાર્યો વ્યસ્ત હશે ત્યાં જ તેમની પત્ની અકી આબે પણ અમદાવાદમાં કેટલાક ખાસ કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે જ તેમના સ્વાગત સત્કાર માટે પણ કેટલીક ખાસ તૈયારી કરવામાં આવી છે. ત્યારે જાણો મીસીસ પીએમ અકી આબે તેમની આ બે દિવસની મુલાકાતમાં શું કરશે.

અકી આબેની ખાસ મુલાકાત

અકી આબેની ખાસ મુલાકાત

વડાપ્રધાન શિન્ઝો આબેની પત્ની અકી આબે ગુરુવારે બપોરે 12 વાગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના વિદ્યાર્થીઓ સાથે ખાસ મુલાકાત કરશે. તેમની આ મુલાકાતમાં જાપાનના વિદ્યાર્થીઓ પણ જોડાશે. વધુમાં અકી એબી માટે જાપાની અને ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ એક ગરબો પણ રજૂ કરવામાં આવશે. જેની સાથે તેવું અનોખી રીતે સ્વાગત થશે.

શાકાહારી ભોજન

શાકાહારી ભોજન

નોંધનીય છે કે અકી એબીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન શાકાહારી ભોજન ખાવાની ફરમાઇશ કરી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ માટે ખાસ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ તેમને ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે.

અંધજન મંડળ અને AMAની મુલાકાત

અંધજન મંડળ અને AMAની મુલાકાત

જાપાનની ફસ્ટ લેડી અકી આબે આ સાથે જ 14 સપ્ટેમ્બરના રોજ સવારે અંધજન મંડળની મુલાકાત પણ લેશે. અને સાથે જ બાળકો સાથે બેસી કાગળની બેગ પણ બનાવશે. વધુમાં તે બપોરે એક એએમએ ખાતે ઓરેગામી મહોત્સવમાં પણ હાજરી આપશે. નોંધનીય છે કે ઓરેગામી જાપાની હસ્તકલા છે જેમાં કાગળથી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.

અમદાવાદમાં શોપિંગ

અમદાવાદમાં શોપિંગ

સુત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે મુજબ વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ઓરેગામીના કાર્યક્રમમાં હાજરી આપ્યા સાથે જાપાનની ફસ્ટ લેડી પોતાની રીતે હેરિટેજ સીટી અમદાવાદમાં શોપિંગની પણ મજા માણશે.

English summary
Japan PM wife Akie Abe programme details during her Ahmedabad visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X