વાધાણીનો અભિવાદન સમારંભ, શાહે કહ્યું કોંગ્રેસના સપના પૂરા નહી થાય
ગાંધીનગરના પ્રેક્ષા ભારતી ખાતે પ્રદેશ પ્રમુખ જીતી વાધાણીનો અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. અમિત શાહ અને રૂપાણીએ જીતુ વાધાણીનું ફૂલોનો હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું ત્યારે વાધાણીએ પાર્ટી દ્વારા પોતાની પસંદગી કરવા અંગે આભાર માન્યો હતો.
જીતુ વાઘાણી ભાષણના અંશ
વાધાણીએ પ્રથમ પ્રમુખ સ્વામી મહારરાજને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે " અભિવાદન સમારોહ આપ સૌ માટે હશે,પણ મારા માટે હુ આજથી વિધિવત જવાબદારી સ્વીકારું છું. સૌ વડીલો ની હાજરીમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદિ અને અમિત શાહ નો ઋણ સ્વીકાર કરું છું. મારા જેવા સામાન્ય કાર્યકરોને ભાજપે અધ્યક્ષ બનાવ્યોએ આ પાર્ટી માં જ બાની શકે."

અમિત શાહનું ભાષણ
તો જીતુ વાધાણી બાદ રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહે પણ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસના સત્તામાં આપવવાના સપનાને પૂર્ણ નહીં થવા દઇએ અને 2017ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય પાક્કો કરીશું. અને તે જ આપણો લક્ષ હોવો જોઇએ.
ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીના સત્કાર સમારંભનો વીડિયો જુઓ અહીં.
ભારતીય જનતાપાટીૅ ગુજરાત પ્રદેશ
— Jitu Vaghani (@jitu_vaghani) August 19, 2016
અભિવાદન સમારોહ #बढरहैहैहमनिरंतर @AmitShah pic.twitter.com/qkvlotp5xk












Click it and Unblock the Notifications
