કોંગ્રેસ એટલે આંતરિક કલહ, અસ્તિત્વ માટેની હુંસાતુંસી: જીતુ વાઘાણી

Subscribe to Oneindia News

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકકલ્યાણના કાર્યોને કારણે ઉભી થયેલી લોકચાહના રાજ્યમાં યોજાયેલા બે દિવસના કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થઈ છે. ઉત્સાહિત વિરાટ જનસમુદાયથી કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો જેનો ગ્રાફ તળિયે છે તેવી કોંગ્રેસ તળિયે આવી ગઈ છે. કોંગ્રેસ પ્રજા સમક્ષ જઈ શકતી નથી, કાર્યક્રમો આપી શકતી નથી. જુઠ્ઠા અને વાહિયાત આક્ષેપ કરતાં પહેલાં કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લે. કોંગ્રેસના કાળાં કરતૂતોને કારણે જ ગુજરાતની પ્રજા તેને સ્વીકારતી નથી.

jitu vaghani

ભાજપ પદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ૧૫૦થી વધુ બેઠકોના જીતના આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણી ભાજપા પોતાની સંગઠનની તાકાત અને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાકીય કામગીરીના આધારે જીતવાની છે. કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપોને ફગાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક કલહ, અસ્તિત્વ માટેની હુંસાતુંસી અને પદ માટેના ઝઘડા છે. કોંગ્રેસનો એ આંતરિક મામલો છે. કોંગ્રેસ પોતાના ભારથી જ તૂટી રહી છે. જે ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસમાં પરાજ્ય અને અવિશ્વાસનું વાતાવરણ છે. કોંગ્રેસ ગમે તેટલી બચાવ પ્રયુક્તિઓ કરે કે જુઠ્ઠાણાં ફેલાવે પણ પોતાનું તૂટતું ઘર બચાવી શકવાની નથી.

Read also : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ, જીતુ વાઘાણી

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ સોમનાથદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડૉ. દિનેશજી શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં યોજાશે.

કારોબારીની વિગતો આપતાં પ્રદેશ અધ્યક્ષ એ જણાવ્યું હતું કે, તા. ૨૦ એપ્રિલે પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ અને પ્રમુખ ઓની બેઠક યોજાશે. તા. ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહીને સમાપન માર્ગદર્શન આપશે. ઉપરાંત તા. ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના પૂર્વ પ્રભારી ડૉ. દિનેશજી શર્માનું સન્માન તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશના નવનિયુક્ત પ્રભારી ભુપેન્દ્રજી યાદવનું સ્વાગત કરવામાં આવશે. આ કારોબારીમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ ઉપરાંત સંગઠનાત્મક બાબતો અને પક્ષના આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા હાથ ધરાશે. સોમનાથ ખાતેની આ પ્રદેશ કારોબારીમાં ૫૦૦ કરતાં વધુ સદસ્યો ઉપસ્થિત રહેશે.

English summary
Jitu Vaghani Reaction On Congress. Read here in details.Read here more.
Please Wait while comments are loading...