ખાનપુરમાં ભાજપ કાર્યલય બહાર જીતું વાઘાણી ફરારના બેનર લાગ્યા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરમાં ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપના કાર્યલય બહાર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ફોટો લગાવી જીતુ વાઘાણી ફરાર છે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં લખેલું છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી છેલ્લા ઘણા સમયથી ફરાર છે. જે કોઈ દેશભક્ત ભાજપ કાર્યકરને આ છેતરપીંડી કરનારની જાણ થાય તો ગુજરાત પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. સૌજન્ય આમ આદમી પાર્ટી ગુજરાત. આ બેનર આપ પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હોય તેવો ઉલ્લેખ કરાયો છે. તેમ છતાં આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા છે તેના પર સવાલ છે?

jitu

ખાનપુર ખાતે ભાજપ કાર્યલય બહાર બેનર લાગતા ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુંબઈની નોવેલ્ટી કંપની વચ્ચે ચાલી રહેલા કેસ અંતર્ગત નોવેલ્ટી કંપનીએ ચેક બાઉન્સ થવાના મામલે મૂંબઈની બ્રાન્દ્રા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવા અંગે કોર્ટે બીજીવાર જીતુ વાઘાણી વિરૂદ્ધ બીનજામીનપાત્ર વોરંટ કાઢીને ગુજરાતના પોલીસને તેની બજવણી માટે આદેશ કર્યો છે.

English summary
Jitu Vaghani Wanted poster, posted by AAP Gujarat. Read here what the reason behind it.
Please Wait while comments are loading...