For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-અમેરિકા આખી દુનિયામાંથી કરી શકે છે ગરીબી નાબૂદ: કેરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યા અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ જણાવ્યું કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરે છે તો સૌથી જુના લોકતંત્ર અને સૌથી મોટા લોકતંત્ર મળીને દુનિયાથી ગરીબીને ખત્મ કરી દેશે.

કેરી અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતીય પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના મહેમાન બનવા માટે ઘણા ઉત્સાહિત છે. તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના પણ વખાણ કર્યા અને જણાવ્યું કે આ રાજ્યમાં વિકાસની ખૂબ જ સંભાવનાઓ પણ છે. કેરીએ મોદી અને ઓબામા બંનેની યાત્રાને એક જેવી ગણાવી હતી, અને જણાવ્યું કે બંને સામાન્ય પરિવારમાંથી શ્રેષ્ઠ સુધી પહોંચ્યા.

kerry
જ્હોન કેરીએ વધુમાં જણાવ્યું હતું કે 'ભારત અને અમેરિકા એક સાથે મળીને ઘણું બધું કરી શકે છે. બંને દેશો વચ્ચે મજબૂત વ્યાપાર માટે જ હું અત્રે ઉપસ્થિત છું.' કેરીએ મોદીના ભરભૂર વખાણ કરતા જણાવ્યું હતું કે મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતના વિકાસની યાત્રા શરૂ થઇ ગઇ છે.

વાંચો જ્હોન કેરીએ શું કહ્યું:

  • મોદીના વડાપ્રધાન બનવાથી ભારત બદલાઇ રહ્યું છે.
  • ફ્રાંસમાં શાર્લી હેબ્દો પર આતંકવાદી હુમલો નિંદનીય છે.
  • આતંકવાદ વિરુદ્ધ એક સાથે મળીને આપણે લડીશું, અને આતંકવાદને નાબુદ કરી દઇશું.
  • બરાક ઓબામા ભારત આવવા માટે ઉત્સાહિત છે
  • ભારત સાથે વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવા માટે જ હું અહીં છું
  • કેરીએ નરેન્દ્ર મોદીના 'સબકા સાથ સબકા વિકાસ'નું મંત્ર ફરી વાગોળ્યું
English summary
'I Was Very Taken by PM Modi's Campaign of 'Sabka Saath, Sabka Vikaas': US Secretary of State John Kerry in Vibrant Gujarat summit 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X