For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રદેશ ચિંતન બેઠક અને કારોબારીની કરી સમિક્ષા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. બુધવારે સવારે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આ ચૂંટણી લક્ષી બેઠકમાં વર્

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. બુધવારે સવારે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આ ચૂંટણી લક્ષી બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ભાજપ દ્વારા ચૂંટણી દિવસ સુધીના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેમા પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદીની સભાઓ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના નેતાઓની સભાઓથી લઇને બુથ અને પેજ સમિતિ સુધીના માઇક્રો પ્લાનિંગની ચર્ચા આજની ભેઠકમાં કરવા્માં આવી હતી. તેમજ ભાજપની યોજાયેલી કારોબારી મામલે પણ રાષ્ટ્રીય અધ્યક્ષને વાકેફ કરાવામા આવ્યા હતા.

BJP

સહકરા મંત્રી અમિત શાહ દ્વારા બાવળ ખાતે ચિંતન બેઠકનું આયોજન કરીને આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માટે પ્લાન ઘડવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણીમાં ભાજપના કોઇ ચહેરો નહી હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ 22અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતની આગેવાનીમાં 2022 ની ચૂટણી લડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાજપની પ્રદેશ કારોબરીમાં વિવિધ કાર્યોક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. જેમા અલ્પકાલિન વિસ્તારક યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમા વિસ્તારો 6 માસ સુધી 182 બેઠકોમા જઇને પેજ સમિતિના સભ્યો, પેજ પ્રમુખો, બુથ સમિતિ સભ્યોને મળીને રાજ્મ અને કેન્દ સરકારની યોજનાઓ લાભર્થીઓને થયેલા લાભની ચર્ચા કરશે.

ભાજપ ચૂંટણીમાં કઇ બેઠકો પર નબળા છે. તેમજ કોગ્રેસનો ગઢ કેવી રીતે કબ્જે કરવો 2017 માં જે બેઠકો નાના માર્જીનથી હાર્યા હતા. તે બેટકો કબ્જે કરવાનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.

English summary
J.P NADDA getting revied meeting with bjp state leadership
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X