For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કન્વીકશન રેટ સરકારી વકીલ'ની ભૂમિકા પર પરિસંવાદ યોજાયો

શિક્ષક સમાજને દિશા આપવાનું અને ઘડતર કરવાનું કામ કરે છે, તેમ વકીલ સમાજને બચાવવાનું કામ કરે છે, તેવું આજરોજ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાત નેશનલ ર્લા યુનિવર્સિટી ખાતે આયોજિત “કન્વીકશન રેટ સરકારી વકી

|
Google Oneindia Gujarati News

શિક્ષક સમાજને દિશા આપવાનું અને ઘડતર કરવાનું કામ કરે છે, તેમ વકીલ સમાજને બચાવવાનું કામ કરે છે, તેવું આજરોજ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાત નેશનલ ર્લા યુનિવર્સિટી ખાતે આયોજિત "કન્વીકશન રેટ સરકારી વકીલની ભુમિકા" વિષયના પરિસંવાદમાં કાયદો અને ન્યાયતંત્ર, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.

RAJENDRA TRIVEDI

પરિસંવાદને ખુલ્લો મુકી કાયદો - ન્યાયતંત્ર અને મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી કહ્યું હતું કે, કોર્ટમાં હમેંશા કોટ પેહરીને આવવું, ટાઇ બાંઘવી જોઇએ, બટન બંઘ રાખવા જોઇએ, આ બાબત તમામ વકીલમિત્રોને લાગું પડે છે. વકીલ સારો હશે, તો જજ સારા હશે, તો જ સરકારી વકીલ સારા હશે. સમાજને સારા વકીલની જરૂરિયાત છે. સારા વકીલો થકી જ સમાજને સાચા ન્યાય મળી શકશે. સાચા વ્યક્તિને ન્યાય મળશે તો જ સમાજનો વિશ્વાસ ન્યાયતંત્રમાં ટકી રેહશે.

વકીલ ન્યાય અને જ્ઞાનનો પૂજારી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, કોઇ નિર્દોષને સજા ન થાય તેનું ઘ્યાન હમેંશા વકીલે તેના જીવનભરની વકીલાત દરમ્યાન રાખવું જોઇએ. કન્વીકશન રેટ વઘારવા માટે વકીલનું વાંચન હોવું જરૂરી છે. તેની સાથે સરકારી વકીલમાં હિંમત અને વાંચન હોવું ખૂબ જરૂરી છે. કોઇપણ કેસમાં વકીલે સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તેનું મનોમથંન સાથે સાથે ઉંડાણમાં જોવું જોઇએ. તેમજ કેસની નાનામાં નાની બાબત પર કોર્ટનું ઘ્યાન દોરવું જોઇએ. તો જ સાચો ન્યાય સમાજને મળશે.

મંત્રીએ ન્યાય પ્રથમ તબક્કે જ મળવો જોઇએ, તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો. પ્રથમ ન્યાય વકીલ નહિ, પણ પોલીસ જ આપી શકે છે. કારણ કે પોલીસ કેસની તપાસ કરીને જે વિગત રજૂ કરે છે, તેના પર ચાર્જશીટ બનતી હોય છે.

English summary
Judge will be good only if lawyer is good: Rajendra Trivedi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X