જુઓ તસવીરો: સોમનાથ મહાદેવને સહપરિવાર શીશ ઝુકાવતી જુહી ચાવલા

Subscribe to Oneindia News

ગત રોજ સંધ્યા આરતીમાં ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા મહેતા તેમજ તેના પતિ જયભાઇ મહેતા તથા તેમના પુત્ર અર્જુન સાથે સોમનાથ હતા, સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિકોએ ઉષ્માભેર તેમનુ સ્વાગત કર્યુ હતુ.

juhi

ભગવાન સોમનાથના દર્શન આરતી અને અભિષેક કરી જુહી ચાવલાના પરિવાર ધન્ય બન્યા હતા. મંદિરની વિસ્તૃત જાણકારી મેળવવા તેઓએ ઇચ્છા વ્યક્ત કરી હતી.

juhi

સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ ગેલેરી, દક્ષીણ ધ્રુવ, રાવણનું દશાનન સ્ટ્રક્ચર વિગેરેની માહિતી તેમજ ઇતિહાસ જાણી ધન્ય બનેલ હતા. જુના સોમનાથ મંદિરે પણ અભિષેક કરી ધન્ય બનેલ હતા.

juhi

જુહી ચાવલા મહેતાએ કહ્યુ કે, 'સોમનાથની મુલાકાતથી બહુ ધન્યતા પ્રાપ્ત કરી છે અમે સોમનાથના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા, આ પવિત્ર જગ્યાએ વારંવાર આવુ એવી ઇચ્છા છે.'

juhi

જય મહેતા- મહેતાગૃપ એ કહ્યુ કે, 'ઘણા સમય બાદ સોમનાથના દર્શને આવવાનું થયુ. અતિ સુંદર રીતે મંદિર જોઇ જે સુંદર વિકાસ થઇ રહેલ છે તેનાથી આનંદ થાય છે.'

juhi

તેમણે વધુમાં કહ્યુ કે, 'મારા પુત્રની અર્જુન પ્રથમ વખત દર્શનાર્થે આવેલ છે. અમારા સૌ પર સોમનાથ દાદાની કૃપા બની રહે એવી પ્રાર્થના...'

English summary
juhi chavala in somnatha mahadev temple, gujarat
Please Wait while comments are loading...