ગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોત

ગુજરાતના જૂનાગઢ સ્થિત ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસોમાં સિંહોની મોતનો મામલો સામે આવ્યો છે. વેટેનરી અધિકારી એચ વાંઝાએ જણાવ્યુ કે આ બધા સિંહોના મોત ફેફસામાં ઈન્ફેક્શનના કારણે થયા છે.

ગુજરાતના જૂનાગઢ સ્થિત ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસોમાં સિંહોની મોતનો મામલો સામે આવ્યો છે. વેટેનરી અધિકારી એચ વાંઝાએ જણાવ્યુ કે આ બધા સિંહોના મોત ફેફસામાં ઈન્ફેક્શનના કારણે થયા છે. જો કે હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ સિંહેના ફેફસામાં ઈન્ફેક્શન કેવી રીતે થયુ. તેમણે જણાવ્યુ કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છે અને તમામ સિંહોને આનાથી બચવા માટે દવાઓ પણ આપી રહ્યા છે. જેથી આ ઈન્ફેક્શનનો પ્રભાવ અન્ય સિંહો પર ના પડે.

gir lion

તમને જણાવી દઈએ કે ગીર અભ્યારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર સ્થળ છે. દુનિયાભરમાં આ સિંહોની પ્રજાતિનું કોઈ સ્થળ બચ્યુ નથી. આ પહેલા પણ અહીં ત્રણ સિંહોના કંકાલ મળ્યા હતા પરંતુ તપાસ બાદ આ આંકડો 11 સુધી પહોંચી ગયો છે. સૂત્રોની માનીએ તો આ સંખ્યા હજુ વધી શકે છે. વન વિભાગના અધિકારી અભયારણ્યમાં તપાસ કરી રહ્યા છે.

ગીરના પૂર્વ ડિવિઝનના ઉપ વર સંરક્ષક પી પુરુષોત્તમે પોતે 10 સિંહોના મરવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે જે સિંહોના શબ મળી આવ્યા છે તેમની ઉંમર એકથી સાત વર્ષ વચ્ચેની છે. તમને જણાવી દઈએ કે 2015 ની જનસંખ્યા મુજબ અહીં કુલ 523 સિંહો હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X