ગીર તળાજા રેન્જમાં પવન ચક્કી નાખવા સામે PIL

Subscribe to Oneindia News

ગીરના તળાજા રેન્જમાં ર7 પવનચક્કી નાખવા સરકારે આપેલી મંજુરી સામે હાઇકોર્ટમા જાહેરહિતની અરજી થઇ છે. ભાવનગરના લાયન નેચર યુથ ફાઉન્ડેશન દ્વારા હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગીર તળાજા રેન્જમાં એશિયાટીક સિંહો વસવાટ કરે છે. કેટલીક વખત સિંહો રેવન્યુ વિસ્તારમાં પણ આવી જાય છે. જો સરકાર ત્યાં પવનચક્કી નાંખે તો તેની જાળીમાં સિંહો ભરાઇ જતા હોય છે. અને તેના લીધે તેમનું મોત નીપજતુ હોય છે.

wild mill

ગીરના 50 મીટર વિસ્તારમાં પવનચક્કી નાખવા સરકાર મંજુરી આપી શકે નહી. પવનચક્કી બનાવતી વખતે વાડ કરવામાં આવે છે. અને લોખંડની વિશાળ જાળી નાખતી વખતે સિંહો તેમા ફસાઇ જવાના અનેક બનાવો બને છે. તેથી આ વિસ્તારમાં પવનચક્કી નહી નાખવા દાદ માગાવામા આવી છે. હાઇકોર્ટે રાજય સરકાર અને વનવિભાગને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી જુન મહિનામાં હાથ ધરાશે.

English summary
JUNAGADH : pIL in gujarat high court against windmill in Gir talaja range.
Please Wait while comments are loading...