જુનાગઢ: મોચી પર આવકવેરા વિભાગે 10 લાખની નોટિસ ફટકારી
બૂટ ચંપલ સાંધી માંડ જીવન નિર્વાહ ચલાવતા મોચી પર ત્યારે તબાહી આવી જ્યારે આવકવેરા વિભાગે તેની પર 10 લાખની નોટિસ ફટકારી
ધણીવાર આવકવેરા વિભાગ તેવા કામ કરી લે છે કે તે સીધા સમાચારોમાં છવાઇ જાય. તેવું જ કંઇક જૂનાગઢમાં પણ બન્યું જ્યારે તેમણે એક તેવા માણસને 10 લાખની નોટિસ ફટકારી જેણે પોતાના જીવનમાં ક્યારેય પણ એક સામટા 10 લાખ રૂપિયા જોયા નથી. એટલું જ નહીં નોટીસ મળ્યા પછી તે વૃદ્ધની હાલત ખરેખરમાં કફોડી થઇ ગઇ છે.

વાત છે જૂનાગઢની. જૂનાગઢના રસ્તા પર બેસીને બૂટ ચંપલ સાંધવાનું કામ કરતા મનસુખભાઈ મકવાણા ની હાલ હાલત કફોડી છે. તેમને સમજાતું નથી કે તેમણે શું કરવું. ખરેખરમાં તેમની જોડે થયું પણ કંઇક એવું જ છે. જૂનાગઢના અત્યંત ગરીબ મોચી કામ કરતા મનસુખભાઈ મકવાણાને જુનાગઢ આવકવેરા વિભાગે રૂ 10 લાખની નોટિસ ફટકારી છે. અને તેને પુરાવા રજૂ કરવા કહ્યું છે. નોટિસ મળતા મોચી કામ કરતા વયોવૃદ્ધ તેવા મનસુખભાઇની હાલત કફોડી થઈ છે.












Click it and Unblock the Notifications
