જુનાગઢઃ ડમ્પર નીચે કચડાતાં એક યુવાનનું મૃત્યુ

Subscribe to Oneindia News

જુનાગઢ શહેરના માર્કેટિંગયાર્ડ પાસે રોડની બાજુમાં ફૂટપાથ પર કેટલાક શ્રમજીવી પરિવાર સાથે સુતા હતા. ત્યાંથી પસાર થઇ રહેલ ડમ્પરના ચાલકે અચાનક જ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડીવાઇડર તોડીને રસ્તાની બાજુમાં ઝુંપડામાં ધસી ગયું હતું. આ અકસ્માતમાં પોરબંદરના એક શ્રમીક યુવકનું ડમ્પર નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

dumper

મળતી માહિતી મુજબ, જુનાગઢના દોલતપરા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ પાસે શ્રમીક પરિવાર ઝુપડામાં સુતો હતો. એ સમયે અચાનક જ અનિયંત્રિત ડમ્પર ઝુપડામાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શ્રમજીવી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જેસીબીની મદદથી કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં રોડ પર સુતેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.

English summary
Junagadh: A young man crushed under dumper and died.
Please Wait while comments are loading...